બાળકોનો ખોટો ઉછેર તેમના ભવિષ્યને બગડી નાંખે છે અને પતનનું કારણ બને છે

0
135
views

બાળકો નું પાલન કરવું એ કોઈ રમત નથી. જમાનો ભલે ગમે તેમ હોય પરંતુ બાળકોનો પાલન-પોષણ કરવો એ હંમેશા એક જવાબદારીવાળું કામ છે. બાળકોના પાલન પોષણમાં માત્ર તેમને સારું ખાવાનું પીવાનું અને કપડા પૈસા આપવા એટલું જ નહીં, પરંતુ તેમાં જરૂરી છે શિક્ષા અને સંસ્કાર. જે લોકો પોતાના બાળકોની પરવરિશમાં બેદરકારી કરે છે તે તેમના બાળકોનું ભવિષ્ય બગાડી નાખે છે. આ વાતનો ઉદાહરણ આપણે મહાભારતમાં જોયું છે એક બાજુ કૌરવ અને બીજી બાજુ પાંડવ આ સંસ્કારનો જ ખેલ હતો કે પાંચ પાંડવ સો કૌરવો પર ભારે પડ્યા.

શિક્ષણ અને સંસ્કારથી મજબૂત હોય છે દેખભાળ

જ્યારે આપણે બાળકોને સારા સંસ્કાર અને શિક્ષા આપીએ છીએ તો તે એ જ રસ્તા ઉપર આગળ વધે છે અને સાચા માર્ગ પર જવામાં ઘણી પરેશાની આવે છે. પરંતુ લક્ષ્ય સુધી પહોંચવામાં જે સુખ શાંતિ અને હોય છે તે બીજે ક્યાંય નથી હોતું શિક્ષા અને સંસ્કાર ખોટા રસ્તા પર ચાલતા રોકે છે અને માનસિક સુખ અને શાંતિ મળે છે.

મહાભારતમાં આ ઉદાહરણ નો ખૂબ જ સારી રીતે આપવામાં આવ્યું છે. એક પરિવારમાં બે ભાગ હતા એક હતા કૌરવ અને બીજા હતા પાંડવો. કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર અને પાંડવોની માતા કુંતી તેમના પિતા પાંડુ સ્વર્ગવાસી થઈ ગયા હતા. કૌરવની પાસે સમસ્ત સુખ ધન દોલત બધું જ હતું. વળી ત્યાં જ પાંડવોની પાસે ઘણી ચીજવસ્તુઓ હતી તેમ છતાં તેમને જંગલમાં ભટકવું પડ્યું.

શિક્ષા તો કૌરવો અને પાંડવોએ એક જ ગુરુ દ્રોણાચાર્યની પાસેથી લીધી હતી. પરંતુ સંસ્કાર બંનેએ પોતપોતાના ઘરેથી અલગ અલગ મળ્યા હતા. ધુતરાષ્ટ્ર જન્માંધ હતા, પરંતુ તેમને બધું જ સમજમાં આવતું હતું. તેઓ પોતાના પુત્રના મોહમાં આંધળા થઈ ગયા હતા. દુર્યોધન કેટલી પણ ખોટી વાત કરતા અને કોઈપણ વડીલનો ઉપહાસ કરતા તો ધુતરાષ્ટ્ર તેમને ક્યારે કંઈ કહેતા કે રોકતા ન હતા. ત્યાં જ માતા ગંધારી ઈચ્છતી હતી કે પોતાના બાળકોનું લાલન પોષણ સારી રીતે કરી શકે. પરંતુ તેમની આંખો પર પટ્ટી બાંધી લીધી અને પોતાના છોકરાઓના ખોટા કાર્ય પર પણ ચૂપ રહ્યા.

માતા-પિતાની ભૂલો ભોગવે છે બાળકો

વળી ત્યાં જ માતા કુંતી એકલા પોતાના પાંચ પુત્રો ને પાલન પોષણ કર્યું અને તેમને તેમના જીવનમાં સારી શીખ આપી અને તે પોતાનું કહ્યું ક્યારે ટાળતા ન હતા. તેમની અંદર તેમની માં સંસ્કાર રહેલા હતા. પાંડવ કોઈ દિવસ નથી ઈચ્છતા કે યુદ્ધ થાય અને અર્જુન તો પોતાના સગા ઉપર બાણ ચલાવવાથી પહેલા ધ્રૂજવા લાગતા હતા. જ્યારે દુર્યોધન અને કર્ણ અને યુદ્ધની લાલસા હતી.

કૌરવોમા ધન અને સિંહાસનની ખૂબ જ લાલચ હતી. તેના લીધે જ જ્યારે શ્રીકૃષ્ણ સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર આવ્યા ત્યારે તેમણે દુર્યોધન પાસે માત્ર પાંચ ગામ માંગ્યા ત્યારે દુર્યોધન એ કહ્યું કે સોઈ ની અણી બરાબર જમીન પણ તમને નહીં આપીએ અને તેવી રીતે યુદ્ધ થયું.

જો કૌરવોને સાચી શિક્ષાની સાથે સાચું જ્ઞાન મળ્યું હોત તો યુદ્ધ ના સંભવ ન હતું અને આટલી ભીષણ જાનહાનિ પણ ના થઈ હોત. આ યુદ્ધ અને સમગ્ર મહાભારત આપણને શિખામણ આપે છે કે જો આપણે આપણા બાળકોની પરવરિશ સારી રીતે નથી કરતા તો તેમના ભવિષ્યને અંધકારમાં ધક્કો મારીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here