બાળકની દેખભાળ માટે રૂમમાં લગાવ્યો હતો સીસીટીવી કેમેરો, પરંતુ તેમાં જે દેખાયું તે જોઈને હોશ ઊડી ગયા

0
2480
views

આજકાલ લોકોની વધતી જરૂરિયાતો અને સારી જીવનશૈલી માટે છોકરાં અને છોકરી બંને કામ કરે છે. જેથી તેઓ સમયની સાથે આગળ વધી શકે. પરંતુ વાસ્તવિક મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેઓ માતાપિતા બને છે. પછી બહારની જવાબદારીઓની સાથે તેઓ તેમના બાળકની સારી સંભાળ અને કાળજી લેવાની ચિંતા પણ કરે છે. જેના કારણે માતા-પિતા ઘરમાં મેડ્સ રાખે છે, જે બાળકની સંભાળ રાખે છે. સાથે જ સીસીટીવી કેમેરા પણ ઘરોમાં લગાવવામાં આવે છે. જેથી તેઓ ઓફિસમાં હોય ત્યારે પણ તેમના બાળક પર નજર રાખી શકે.

જ્યારથી ઘરોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે ત્યારથી માતા-પિતાના હોશ ઉડી ગયા છે. ઘરે બાળકોની સંભાળ માટે મેડ રાખવામાં આવે છે, તે માતાપિતાની ગેરહાજરીમાં બાળકની યોગ્ય કાળજી લેતી નહોતી, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું કે, જેને બાળકની માતાને એટલા ડરાવી દિધા કે તેણે ઘરે પોલીસ બોલાવવી પડી હતી.

બ્રિટનમાં આ કિસ્સો થયો છે. જ્યાં એક મહિલાએ પોતાના નવજાત બાળકની સંભાળ રાખવા માટે તેના રૂમમાં સીસીટીવી કેમેરો લગાવ્યો હતો. બાળકને તેના રૂમમાં સુવડાવ્યા પછી, તે તેના મોબાઇલ પરથી જોઈ રહી હતી કે શું તેનું બાળક બરાબર સૂઈ રહ્યું છે. મહિલાની મિત્ર પણ રૂમમાં બાળક સાથે હાજર હતી. પછી તેણે મોબાઈલમાં કંઈક એવું જોયું જેને તેના હોશ ઉડાડી દિધા. તે બધું છોડીને બાળકના રૂમ તરફ દોડી ગઈ.

હકીકતમાં જ્યારે મહિલા મોબાઇલ પરથી તેના બાળક ને જોઈ રહી હતી, ત્યારે તેણે ત્યાં કંઈક જોયું. જે એક જ ક્ષણમાં ગાયબ થઈ ગયું. તેને લાગ્યું કે તે રૂમમાં બીજું કોઈ હાજર છે. તે રૂમમાં દોડી ગઈ અને બધી જ જગ્યા પર જોયું પણ તેવું કશું જ મળ્યું નહીં. મહિલા ગભરાઈ ગઈ હતી, ત્યારબાદ તેણે પોલીસને બોલાવી હતી. પોલીસે આખા ઘરની શોધખોળ કરી પણ ઘરમાં કોઈ નહોતું. વિડિઓ જુઓ-

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ કેટલાક લોકોએ તેનો વિશ્વાસ કર્યો તો કોઈએ આ વિડિઓને સંપૂર્ણપણે બનાવટી હોવાનું જણાવ્યું. તમને જણાવી દઈએ કે, મહિલાએ પેરાનોર્મલ નિષ્ણાતની સલાહ પણ લીધી અને તેમને વિડિઓ બતાવી. જેના પર તેમણે કહ્યું કે બની શકે  કે તે સમયે તે રૂમમાં થોડી નકારાત્મક ઉર્જા હોય, જે વીડિયોમાં કેદ થઈ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here