તમે નાના બાળકોને સ્કૂલમાં પીળા કલરની બસમાં જતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય તેઓ વિચાર કર્યો છે કે તેઓની બસ નો રંગ પીળો કેમ હોય છે? સફેદ, લાલ કે લીલો કેમ નથી હોતો. તમને જણાવી દઈએ તો સુપ્રીમ કોર્ટે પણ પ્રાઇવેટ સ્કૂલોને આદેશ કર્યો છે કે સ્કૂલ બસ નો રંગ પીળો હોવો જોઈએ. હવે તમે એ જાણવા માગતા હશો કે કયા ખાસ કારણ ના લીધે સ્કૂલના બસ નો રંગ પીળો રાખવામાં આવે છે તો આજે તેના વિશે જણાવીશું.
તમને જણાવી દઈએ તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં નો રંગ પીળો હોય છે સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે યુ.એસ.એ.નો કાયદો કહે છે કે ફ્લેશ લાઇટ અને સેફટી ડિવાઇસ ની સાથે સાથે સ્કૂલની બસ પીળા રંગ હોવો જોઈએ. 1939માં એ અમેરિકાએ બસનાં માંનકોની સ્થાપના માટે સંમેલન નું આયોજન કર્યું હતું. તેમાં યુ.એસ.એ.ની બધી બસો ના માટે એક માનક પીળો રંગ સામેલ કર્યો આ રંગને નેશનલ સ્કૂલ બસ ક્રોમ નામથી જાણવામાં આવે છે.
સ્ટોપ લાઇટ અને સ્પોટ લાઇટ લાલ રંગના હોય છે, ઘણા લોકોનું માનવું છે કે લાલ રંગ વધુ ધ્યાન આકર્ષિત કરે છે અને જ્યારે વાસ્તવમાં પીળો રંગ અન્ય રંગોની તુલનામાં વધુ ધ્યાન આકર્ષિત કરે છે. એટલે સુધી કે તમે સીધું જોઈ રહ્યા હોય અને કોઈ પીળા રંગનું ઓબ્જેક્ટ તમારા સામે ના હોય અને સાઈડમાં રાખેલું હોય તો તમે તે પીડા અને સરળતાથી જોઈ શકો છો. એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે પીળા કલરની લાલ કલરની તુલનામાં 1.24 ગણું વધુ સારું જોઈ શકાય છે. અંધારાના વાતાવરણમાં પણ પીળો રંગ સરળતાથી દેખાય છે. અને જાકડ પડે ત્યારે પણ પીળા રંગને ખુબ જલ્દી થી જોઈ શકાય છે.
ભારતની સ્કૂલ બસો ની વાત કરીએ તો 2012માં ઉચ્ચન્યાયાલય એ સ્કૂલની બસોને લઈને ગાઇડલાઇન આપી હતી. જેના અનુસાર બસની અંદર પ્રાથમિક ઉપચારની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ બસની ઉપર સ્કૂલનું નામ અને પ્રધાન આચાર્ય નો મોબાઈલ નંબર લખેલો હોવો જોઈએ સ્કૂલ બસ ચાલકનું વેરિફિકેશન હોવું જોઈએ. આ બધા ઉપરાંત બસોની ગતિ નિર્ધારણ કરી તેમાં સ્પીડ ગવર્નર હોવું જોઈએ. જો કોઈ સ્કૂલ બસ આ નિયમોને ફોલો નથી કરતો તો તમે તેમની ઉપર અરજી કરી શકો છો. આ લેખને વાંચીને તમે જાણી ગયા હશો કે સ્કૂલ બસ નો રંગ પીળો કેમ હોય છે.