બધા રોગોની એક જ દવા છે આંબળા, રોગનાશક આંબળા વિશે જરૂરથી જાણી લેજો

0
880
views

આમળાને આયુર્વેદિક માં સર્વોત્તમ ઔષધિ માનવામાં આવ્યું છે. પ્રાચીનકાળમાં આમળાની દરેક પ્રકારની સમસ્યામાં ઔષધીય રૂપમાં પ્રયોગ કરવામાં આવતો હતો. આ એક એવું ગુણકારી ફળ છે કે જેના ઉપયોગથી દરેક રોગમાંથી છુટકારો મેળવી શકાય છે. તે દરેક પ્રકારના રોગોને દૂર કરવામાં સક્ષમ છે. આમળામાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત અન્ય વિટામિન પણ તેમાં હોય છે. આ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ચમત્કારી ઔષધીય રૂપે પ્રસિદ્ધ છે. દરેક રોગની દવા આમળામાં હોવા છતાં પણ લોકો બીમાર થવા પર દવાનો ઉપયોગ કરે છે.

ગર્ભવતી મહિલાએ આમળાનું સેવન અચૂક કરવું જોઈએ. તેમાં રહેલા ઔષધિય ગુણ ગર્ભવતી સમય દરમિયાન કમજોરીથી છુટકારો આપે છે. અને શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. આમળાનું સેવન શરીરમાં આયર્ન નના સ્તરને નિયંત્રિત કરે છે. તેના ઉપયોગથી હિમોગ્લોબીન નો સ્તર સારું રહે છે જે આપણા માટે ખુબ જ જરુરી છે.

ગર્ભાવસ્થા સમય દરમિયાન મહિલાઓની હાથ પગમાં સોજા આવવાની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાને આમળાના ઉપયોગથી દૂર કરી શકાય છે. કેમકે આમળું એક પ્રકારનું ફળ છે અને તેના સેવનથી કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું.

ગર્ભાવસ્થા સમય દરમિયાન મહિલાઓને ખાવા-પીવામાં ખૂબ જ સલાહ આપવામાં આવતી હોય છે અને તે સમય દરમિયાન ગર્ભાશયમાં રહેતા બાળકને લોહી અને ઓક્સિજનનો સંચાર સારી રીતે કરવા માટે આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

આમળા માં રહેતા પોષક તત્વ વિટામિન અને ઔષધીય ગુણ શરીરમાં ઈમ્યુનિટી પાવર વધારે છે. જો દરરોજ એક આમળું ખાઈએ તો તેનાથી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે જેમાં આપણે અનેક રોગોના ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ.

તે ઉપરાંત આમળા કબજિયાતની સમસ્યામાંથી છુટકારો આપે છે. અને પાચનક્રિયા ને સારી બનાવે છે. કહેવામાં આવ્યું છે કે પેટ ખરાબ હોવાથી અનેક બીમારી જન્મ લેતી હોય છે. અને જો પેટ સારું હોય તો કોઈ પણ બીમારી નથી થતી. તેથી આમળાને દરેક રોગની દવા કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here