બધા જ દુ:ખ દર્દો સમાપ્ત કરી દેશે શ્રીકૃષ્ણનાં આ ૩ ચમત્કારિક મંત્રો, એકવાર જરૂર અજમાવો

0
276
views

દુઃખને સમસ્યા એટલે કે આજના જમાનામાં દરેક વ્યક્તિના જીવનનો ભાગ છે. આજના સમયમાં કોઈ પણ સંપૂર્ણ રીતે સુખી નથી. દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે અને આ દુઃખોને દૂર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આપણી મદદ કરી શકે છે. શેષનાગ સાથે લડવાનું હોય કે મામા કંસને સબક શિખવાડવાનું હોય, શ્રીકૃષ્ણની લીલા અદભુત હોય છે.

સ્વયં ભગવાન વિષ્ણુનું રૂપ છે તેથી તે કારણના લીધે તેમના પાસે અપાર શક્તિ છે. અહીં તમને ભગવાન શ્રીકૃષ્ણના અમુક મંત્રો વિશે જણાવીશું જેનો જાપ કરવાથી તમારા જીવનના દરેક દુઃખ સમાપ્ત થઈ જશે. આજે તમને કૃષ્ણ ભગવાનના ત્રણ ખાસ મંત્ર જણાવીશું. સૌથી પહેલા ॐ श्री कृष्णाय शरणं मम જાપ સૌથી પહેલા કરી લેવું.

પહેલો મંત્ર

શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરતા પહેલા પવિત્રતાનો વધારે ધ્યાન રાખો. સૌથી પહેલા સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી લેવા. ત્યારબાદ આસન પાથરવું અને સવાર-સાંજ આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરવો. આ મંત્રનો ઉચ્ચારણ કરવાથી દરેક દુઃખ અને સમસ્યા દૂર થાય છે. આ મંત્ર આ પ્રકાર છે  ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।

બીજો મંત્ર

જો તમારી ઉપર આવેલું સંકટ ખૂબ જ મોટું હોય તો અને તે જવાનું નામ જ ના રહ્યું હોય તો આ મંત્રનો જાપ તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. આ મંત્રનો જાપ કરવા માટે સર્વ પ્રથમ શ્રી કૃષ્ણજીના સામે માખણ અને મિસરીનો પ્રસાદ ચઢાવો અને સાથે બે દીવા પ્રગટાવવા અને ભગવાનની આરતી ઉતારવી. ત્યારબાદ શાંત અને સ્વચ્છ મનથી આ મંત્રનો જાપ ૫૧ વખત કરવો. આવું કરવાથી તમારા જીવનમાં આવેલા દરેક સંકટ દૂર થશે. આ મંત્ર આ પ્રકાર છે ॐ नमः भगवते वासुदेवाय कृष्णाय क्लेशनाशाय गोविंदाय नमो नमः।

ત્રીજો મંત્ર

આ મંત્રનો જાપ તમે ચાલતા ફરતા પણ કરી શકો છો અને કોઈપણ પ્રકાર થી જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ તમે ગમે તેટલી વખત પણ કરી શકો છો તે તમારી ઉપર નિર્ભર છે. વાસ્તવમાં આ મંત્ર તમારા જીવનમાં પોઝિટિવિટી લાવે છે. તમારા ભાગ્યને પ્રબળ બનાવે છે અને દરેક દુખને દૂર કરે છે. તમને સાચી દિશામાં અને સાચો રસ્તો બતાવે છે. સાથમાં આ મંત્ર તમને ભગવાનની નજીક લાવે છે, તેનાથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ ખૂલી જાય છે. તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે આ મંત્ર તમે કંઠસ્થ કરી શકો છો અને કોઈપણ સમયે પણ જાપ કરી શકો છો. આ મંત્ર આ પ્રકારે છે हरे कृष्ण हरे कृष्ण, कृष्ण-कृष्ण हरे हरे। हरे राम हरे राम, राम-राम हरे हरे।

જો તમે આ ત્રણેય મંત્રોનું ઉચ્ચારણ કરો છો તમારા જીવનમાં ખુશીઓ આવે છે અને દુર્ભાગ્ય અને સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here