આજે શનિવારના દિવસે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના CJI પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે. સૌથી પહેલા સીજેઆઇ એ શિયા વકફ બોર્ડની અરજી રદ કરી હતી. ત્યારબાદ નિર્મોહી અખાડાનો પણ દાવો રદ કરવામાં આવ્યો હતો. રંજન ગોગોઈ ની અધ્યક્ષતા વાળી પાંચ જજોની આ બેન્ચ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જમીન રામ જન્મભૂમિ ન્યાસને આપી હતી. મંદિરના નિર્માણ માટે અલગથી ટ્રસ્ટ બનાવવામાં આવશે. સુન્ની વકફ બોર્ડને અલગથી મસ્જિદનું નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાની અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટે ASIની રિપોર્ટના આધાર પર એવું પણ કહ્યું કે મસ્જિદ ખાલી જમીન પર બનાવવામાં આવી નહોતી. સાથોસાથ કોર્ટે એએસઆઇ ના રિપોર્ટના આધાર પર પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાની સચોટ જાણકારી નથી. રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદિત ભૂમિ પર CJI રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ રંજન વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની પાંચ સદસ્ય બેન્ચ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ બેન્ચ દ્વારા આ આ મામલાની સુનવણી પૂરી કરી હતી. તેઓ દ્વારા ૬ ઓગસ્ટથી સતત ચાલીસ દિવસ આ મામલાની સુનાવણી કરવામાં આવતી હતી.