દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ધન દોલતની જરૂરિયાત હોય છે. જો આજના સમયની વાત કરવામાં આવે તો, આજના સમયમાં એવું કોઈ કામ નથી જે પૈસા વગર થઈ શકે. તેવામાં ધન નું શું મહત્વ છે તે જણાવવાની જરૂરિયાત રહેતી નથી. વ્યક્તિ ધનવાન બનશે કે નહીં તે તેના ગ્રહો અને નક્ષત્રો પર નિર્ભર રહે છે. સાથોસાથ અન્ય કારણો ઉપર પણ નિર્ભર રહે છે. જેમ કે વ્યક્તિ કયા દિવસે ક્યુ કામ કરે છે, તે અનુસાર પણ ગ્રહ પરિવર્તિત થતા રહે છે.
જીવન ઉપર પડે છે ગ્રહ-નક્ષત્રોનો પ્રભાવ
ગ્રહ-નક્ષત્રો નો વ્યક્તિના જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે. હંમેશા વ્યક્તિના વાળ અને લખતા રહે છે તો તેને કાપી નાખવામાં આવે છે. ભારતમાં લોક માન્યતા અનુસાર મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે લોકો વાળ અને નખ કાપતાં નથી. જ્યોતિષની વાત કરવામાં આવે તો તેમના અનુસાર આ આદત યોગ્ય છે. અમુક લોકો જાણતા હશે કે રવિવાર અને સોમવાર ના દિવસે પણ જ્યોતિષશાસ્ત્રમાં વાળ અને નખ કાપવાની મનાઇ કરવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું કે કયા દિવસે વાળ અને નખ કાપવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે.
વાળ અને નખ સાથે જોડાયેલી લોકોની અમુક આદતો
રવિવારના દિવસે કામ કરતા લગભગ બધા જ લોકોને રજા હોય છે. અઠવાડિયાના આ દિવસમાં લોકો પોતાના બધા કામો કરતા હોય છે. તેવામાં તેઓ પોતાના શરીરની ખાસ સાફ સફાઈનું ધ્યાન પણ આ દિવસ પર જ રાખે છે. પોતાના વાળ અને નખ પણ આ જ દિવસે કાપે છે. રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વાળ અને નખ કાપવાથી વ્યક્તિની બુદ્ધિ અને ધન નાશ પામે છે.
સોમવારના દિવસને ભગવાન શિવજીનો વાર કહેવામાં આવે છે. સાથોસાથ આ દિવસે ચંદ્ર દેવનું પણ આધિપત્ય હોય છે. એવું કહેવામાં આવે છે કે સોમવારના દિવસે વાળ અને નખ કાપવાથી પરેશાનીઓને આમંત્રણ આપવા જેવું છે. પોતાના મગજને સ્થિર રાખવા માટે આ દિવસે વાળ અને નખ કાપવા જોઈએ નહીં.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવાર અને શુક્રવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. તિજોરીમાં રાખી બંધન સ્થિર રહે છે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે. માતા લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થવા લાગે છે.
એવું માનવામાં આવે છે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે વાળ સુરક્ષા કવચના રૂપમાં કામ કરે છે. જેના લીધે વિશિષ્ટ પ્રકારની કિરણો મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકતી નથી. જો આ દિવસોમાં વાળ કપાવવામાં આવે તો કિરણોનો ખરાબ પ્રભાવ સીધો મસ્તિષ્ક પર પડે છે. એટલા માટે આ ત્રણ દિવસોમાં વાળ ન કાપવાનો નિયમ છે.