અરેંજ મેરેજના આ ૫ ફાયદાઓ જાણીને તમે લવ મેરેજનો આઇડિયા મગજમાંથી કાઢી નાખશો

0
272
views

આજના સમયમાં ઘણાં યુવક-યુવતીઓ અરેન્જ મેરેજ કરવાનું પસંદ નથી કરતા. તેઓને લાગે છે કે અરેન્જ મેરેજ યોગ્ય સાબિત ન થાય. એટલા માટે તેઓ પ્રેમની શોધમાં ભટકતા રહે છે. જો તમે આંકડાઓ જોશો તો માલુમ પડશે કે જેટલા ચાન્સ અરેન્જ મેરેજ ફેલ થવાના છે તેટલા જ લવ મેરેજ ના પણ હોય છે. એવું નથી કે લવ મેરેજ કરતાં લોકોના જીવનમાં કોઇ દુઃખ નથી આવતું હોય. પરંતુ લવમેરેજ કરવાને બદલે અરેન્જ મેરેજ કરવાના પોતાના અમુક એક્સ્ટ્રા ફાયદા પણ હોય છે.

એક જેવી રહેણીકરણી

માતા-પિતા યુવતીની જોડી એવી રીતે પસંદ કરે છે કે બંનેની લાઈફ સ્ટાઈલ, સંસ્કાર, કલ્ચર અને આર્થિક સ્થિતિ લગભગ એક સમાન હોય છે. એક જેવી રહેણીકરણી હોવાને કારણે યુવતી પોતાના સાસરિયામાં સારી રીતે એડજસ્ટ કરી લે છે. તે સિવાય પણ સાસરીયા વાળાએ પણ પોતાની વહુને અલગ રીતિરિવાજો શીખવાડવા અથવા કોઈ સંસ્કાર દેવાની જરૂર પડતી નથી.

માન સન્માન

જ્યારે લવમેરેજ થાય છે તેમાં બધાની મંજૂરી હોતી નથી. દરેક વ્યક્તિ તેનાથી ખુશ હોતા નથી. યુવક યુવતી પણ લગ્ન બાદ એવું કોઈ કામ કરતા નથી જેના લીધે તેમના પરિવારનું નામ ખરાબ થાય. અરેંજ મેરેજમાં પતિ-પત્ની વચ્ચે એક ખાસ ઇજ્જત અને માન સન્માન હોય છે. પરિવાર અને સમાજ તરફથી પણ તેમને પ્રેમ મળે છે.

મજબૂત સંબંધ

અરેન્જ મેરેજ કર્યા બાદ તમને પિયર અને સાસરિયા બંને તરફથી સારા અને મજબૂત સંબંધ રહે છે. તે લોકો સુખ દુઃખમાં તમારી મદદ કરવા માટે હંમેશા આગળ આવે છે. લવ મેરેજ ની તુલનામાં અરેન્જ મેરેજ કરવા વાળા કપલને થોડો વધારે પ્રેમ મળે છે. આ બધી જ બાબતો સંબંધોને મજબૂત બનાવે છે અને તમારી લાઈફસ્ટાઈલ સુખદ રીતે પસાર થાય છે.

લડાઈ ઝઘડા ઓછા થાય છે

અરેંજ મેરેજમાં કપલ વચ્ચે અથવા તો બંને પરિવારોની વચ્ચે ઝઘડો થવાના ચાન્સ બહુ ઓછા રહે છે. બન્ને પક્ષો સમાજમાં પોતાની છબી સારી રાખવા માંગતા હોય છે. કંઈપણ ગડબડ થાય છે તો બદનામી થવા લાગે છે. એટલા માટે અરેન્જ મેરેજ માં થોડું એડજસ્ટ કરીને ચલાવવાની મેન્ટાલીટી રાખે છે.

લગ્ન સંબંધ વધારે લાંબો ચાલે છે

અરેન્જ મેરેજ માં લગ્ન બંનેની પરસ્પર સમજ અને ભરોસા ઉપર નક્કી થાય છે. પરંતુ લવ મેરેજમાં તમે એકબીજાની સુંદરતા તે આકર્ષિત થઈને લગ્ન કરી લો છો. પરંતુ ત્યારબાદ અન્ય ચીજો અને રહેણીકરણી ને લીધે લડાઈ ઝઘડા થવા લાગે છે. અરેન્જ મેરેજ માં જો તમારા લગ્નજીવનમાં કોઈ પરેશાની આવે છે તો તેને સુધારવા માટે સંબંધીઓ આવે છે. જ્યારે લવ મેરેજમાં તમારે લોકો પાસેથી હંમેશા સાંભળવાનું જ રહે છે કે, “અમે તો પહેલાં જ કહ્યું હતું કે લવ મેરેજ ના કર, હવે ભોગવો.”

અમે નથી કહેતા કે લવ મેરેજ ખરાબ છે પરંતુ અરેન્જ મેરેજ ના અમુક એક્સ્ટ્રા ફાયદા છે જે કદાચ તમને લવ મેરેજ માં નથી મળી શકતા. એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ વ્યક્તિને બહાર મળીને પ્રેમ કરવો એ અલગ વાત છે અને એક જ ઘરમાં સમગ્ર પરિવારને સાથે હળી-મળીને હંમેશા માટે રહેવું એ અલગ વાત છે. એટલા માટે તમારા લવ પાર્ટનરને એક સારું પ્રેમી હોવા પહેલા એક સારો રૂમમેટ બનવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here