ભારત અંતરીક્ષમાં દરેક તબક્કે દુનિયાની દરેક તાકતો માં આગળ વધી રહ્યો છે. આ ક્રમને આગળ વધારતા ઇસરો પ્રમુખ સિવાન એ ગુરુવારે અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્થાપિત કરવાની જાણકારી આપી. આ પ્રોજેક્ટ માં તેમણે ભારતને ગગનયાન મિશન નો જ વિસ્તાર જણાવ્યું છે. અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન એટલા માટે બનાવવામાં આવે છે કે વૈજ્ઞાનિકો વધુ ટાઈમ અંતરીક્ષ માં રહી ને તેના વિશે રિસર્ચ કરી શકે.
ભારતનું ગગન યાન મિશન અંતરિક્ષમાં માનવ મિશન મોકલવાની યોજના છે. તેનો વિસ્તાર કરતા હવે ઇસરોએ માનવને અંતરિક્ષમાં મોકલવાની વાત ના બદલે તેના વિસ્તારના લઈને પૂરેપૂરો સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં સ્થાપિત કરવાની વાત કરી છે. ગગનયાન મિશન દ્વારા ૨૦૨૨ માં અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ગયા વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર દિવસના ભાષામાં તેની ઘોષણા કરી આ મિશનમાં ભારત પહેલીવાર પોતાના અંતરીક્ષ વિમાન દ્વારા અંતરિક્ષમાં પોતાનો યાત્રી ને મોકલશે.
અત્યારે અંતરિક્ષમાં કેટલા સ્પેસ સ્ટેશન છે?
અત્યાર સુધી અંતરિક્ષમાં બે જ સ્પેસ સ્ટેશન છે જે ધરતીનો ચક્કર લગાવી રહ્યું છે જેમાંથી એક ઘણા દેશોના સહયોગથી બન્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને બીજું ચીનનું તિયાનગોન્ગ 2 તેમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કામ કરી રહ્યું છે અને તેના સ્પેસ સ્ટેશનમાં કોઈ ને કોઈ હંમેશા રહે છે અને ચીનનું space સ્ટેશન કામ તો કરે છે પરંતુ તેમાં અંતરિક્ષયાત્રી નથી રહેતા. પહેલા પણ અંતરિક્ષમાં એલમ્સ અને સોયુત સીરીઝના કંઈક અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કર્યા છે તેના સિવાય sky લેબ અને તિયાનગોન્ગ 1 નામના સ્પેસ સ્ટેશન પણ રહ્યા છે.
કેમ બનાવવામાં આવે છે સ્પેસ સ્ટેશન
સ્પેસ સ્ટેશન એટલા માટે બનાવવામાં આવે છે કે અંતરીક્ષયાત્રી વધુ સમય સ્પેસ સ્ટેશનમાં રહી અને રિસર્ચ કરી શકે. મોટા મોટા સ્પેસ ક્રાફ્ટ હોય છે જે અંતરિક્ષમાં તરતા રહે છે આ એક પ્રકારની સાયન્સ લેબ હોય છે. ઘણીવાર ઘણા દેશો મળીને પણ સ્પેસ સ્ટેશન અંતરીક્ષ માં સ્થાપિત કરે છે કેમકે બધા મળીને તેનો ઉપયોગ કરી શકે.
કેવી રીતે બનાવવામાં આવે છે સ્પેસ સ્ટેશન
તમને આ જાણીને આશ્ચર્ય થશે કે જેમને જોડીને સ્પેસ સ્ટેશનની રચના કરવામાં આવે છે અંતરિક્ષ યાત્રી ઓ દ્વારા અંતરિક્ષમાં લઈ જવામાં આવે છે. આ સ્પેસ સ્ટેશન ધરતીથી 250 મિલ ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવે છે. નાસા સ્પેસ સ્ટેશન નો ઉપયોગ અંતરિક્ષમાં રહેવા અને કામ કરવા સાથે સંકળાયેલી શોધવા માટે કરે છે. ત્યાં રહીને તેને વૈજ્ઞાનિક વિશે ઘણી જાણકારી મળે છે. સ્પેસ સ્ટેશન ઘણીવાર ધરતી વિશે જાણકારી મેળવવા ના કામમાં પણ આવે છે. તે ઉપરાંત ભરતીના ઉપર આવેલો વાયુમંડળ વિશે પણ જાણકારી મેળવી શકાય છે.