અન્ન નો બગાડ રોકવા માટે કરવામાં આવી અનોખી પહેલ

0
534
views

યુએન ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ૪૦ ટકા ખાવા-પીવાની ચીજોનો બગાડ થાય છે. સાથોસાથ ભારત માં દર વર્ષે 88 હજાર રૂપિયાથી પણ વધારે નું ભોજન નષ્ટ થઈ જાય છે, જ્યારે દરરોજ લાખો લોકો ભૂખે રહેવું પડે છે. તેમાંથી શીખ લઈને રાજસ્થાનના જોધપુર શહેરમાં એઠું ન છોડવા માટે પહેલ કરવામાં આવી છે. સૌથી મોટી પહેલ સમાજ અને કેટરર્સ વાળાએ ખાસ રીતે થાળી બનાવીને કરી છે. આ બધી થાળીઓ માં મોટા અક્ષરોમાં પ્રિન્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “કૃપા કરીને એઠું ના છોડો”.

આ પહેલા ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે અને એક જ મહિનામાં પાંચ ટન સ્ટીલ માંથી આવી 10,000 થાળીઓ બનાવવામાં આવી ચૂકી છે. સૌથી પહેલા સમદડી વિસ્તારના શ્રી કુંથુનાથ જૈન મંદિર ના જયંતીલાલ પારેખ દ્વારા આવી ૧૦૦૦ થાળી બનાવવામાં આવી હતી. તેઓને આ પ્રેરણા મહારાષ્ટ્રમાં આવી થાળીઓ જોઈને મળી હતી. તેઓનું કહેવું છે કે થાળીઓ પર લખવામાં આવેલા આગ્રહનો મનોવૈજ્ઞાનિક અસર થાય છે. લોકો ખૂબ જ વિચારીને પ્લેટમાં જમવાનું લે છે.

રાજસ્થાન સ્ટેનલેસ સ્ટીલ એસોસિએશન ના સચિવ જણાવ્યું હતું કે સ્ટીલ ઉધામિયો દ્વારા જૈન ભુજના લઈને આ થાળીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ તેના ઓર્ડર આવવા લાગ્યા હતા. હજુ પણ એક મહિનામાં વધુ દસ હજાર થાળીઓ બનાવવામાં આવશે. ઘણા કેટરર્સ વાળા તરફથી પણ આવી થાળીઓ બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલ છે. આ સિવાય ભોજન નો બગાડ અટકાવવા માટે અન્ય પહેલ પણ કરવામાં આવેલ છે.

એઠું ખાઈને બગાડ ઓછો કરવાનો પ્રયોગ

જોધપુરમાં જાન્યુઆરીમાં મહેશ્વરી ગ્લોબલ કન્વેન્શન એન્ડ એક્સપોમાં એક અનોખી પહેલ કરવામાં આવી. અહીંયા એક લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન નો બગાડ અટકાવવા માટે એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી જે થાળીમાં ભોજન નો બગાડ ન કરવા માટે નિવેદન કરી રહી હતી. ટીમના સદસ્ય ઓમપ્રકાશ લોહિયા જણાવે છે કે નિવેદન નહીં માનવાવાળા લોકોની પ્લેટો માં વધેલું ભોજન કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવતું હતું જેથી કરીને તેઓને તેમની ભૂલનો અહેસાસ થાય.

ઘાંચી સમાજ દ્વારા બનાવવામાં આવી ૫૦-૫૦ મહિલા-પુરુષો ની ટીમ

ઘાંચી સમાજ ના ૮૮૫ માં સ્થાપના દિવસ પર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું. અંદાજે 12 હજાર લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા પણ ભોજન નો બગાડ રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના આયોજક કિશનલાલ બોરાણા એ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ભોજન નો બગાડ ન કરે એટલા માટે ૫૦ મહિલાઓ અને ૫૦ પુરુષોને ટીમ બનાવવામાં આવી હતી. ટીમ દ્વારા દરેક વ્યક્તિને ખોરાકનો બગાડ ન કરવા માટેનો અનુરોધ કરવામાં આવતો હતો.

એઠું છોડવા વાળાનું નામ સ્ટેજ પર એનાઉન્સ કર્યા

શહેરમાં શિક્ષક રાહુલ રાઠી અને વિનિતા ભૂતડાના લગ્નમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને ખોરાકનો બગાડ કરવા દેવામાં નહીં આવે. તેના માટે ચાર સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજન સ્થળ પર બોર્ડ લગાવવામાં આવેલ હતું કે, “એટલુ જ લો થાળી માં, કે બિલકુલ ન જાય નાળા માં”. સૌથી મોટી વાત તો એ છે કે છતાં પણ જે વ્યક્તિ ખોરાક થાળીમાં એઠું છોડી રહ્યો હતો તેનું નામ સ્ટેજ પર એનાઉન્સ કરવામાં આવેલ હતા. તેની અસર એ થઈ કે ખોરાકનો બગાડ બિલકુલ ઓછો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here