અંધવિશ્વાસ નહીં પરંતુ ઘરમાં લીંબુ મરચાં લગાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે, શું તમે એ જાણો છો?

0
467
views

ઘરના દરવાજા અને ગાડી પર લીંબુ દોરી સાથે બાંધવાની પ્રથા ભારતમાં ખૂબ પ્રચલિત છે. લીંબુ અને મરચાંને ભૂત પિશાચથી દૂર ભાગવા અથવા તો બૂરી નજરથી બચવા જેવા અંધ વિશ્વાસ સાથે વધારે જોડવામાં આવે છે. ઘણા લોકો તેને નકામી વસ્તુ સમજી તેનો ઉપયોગ નથી કરતા. જોકે આ વાતથી ઘણા લોકો અજાણ છે કે લીંબુ અને મરચાં સાથે એક વૈજ્ઞાનિક લાભ પણ છે. ચાલો જોઈએ કે આ લીંબુ મરચાના ઉપયોગની શરૂઆત ક્યાંથી થઈ?

જો કે તમે બધા જ જાણો છો કે પહેલાંના જમાનામાં કાચા રસ્તા હતા. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળદગાડું કે ઘોડાગાડી જેવા વાહનનો ઉપયોગ કરતા હતા. તેવામાં એ લોકો પોતાની ગાડીમાં લીંબુને મરચા લટકાવીને ચાલતા હતા, આના બે કારણ હતા. પહેલું કારણ રસ્તામાં પાણી ન મળે તો લીંબુનો રસ કાઢીને પી લેતા હતા જેથી શરીરને રાહત મળતી હતી. ખાસ કરીને ગરમીમાં લીંબુને સાથે રાખવું ખૂબ લાભકારક હતું.

બીજું કારણ એ છે કે આ કાચા અને જંગલના રસ્તામાં સાપ કરડવાનો ડર પણ રહેતો હતો. આવામાં કારડેલો સાપ ઝેરીલો હતો કે નહીં તે જોવા માટે મરચાનો ઉપયોગ થતો હતો. જો મરચું ખાવાથી જીભ પર કોઈ સનસની કે બળતરાં થાય નહીં તો સમજવું કે સાપ ઝેરીલો હતો. અને જો મરચાની બળતરા જીભ પર થાય તો સમજવું કે સાપ ઝેર વગરનો હતો. જોકે આ ઝેરની તપાસ કરવાનો ઉપાય કેટલો કારગર હતો એ તો એ લોકો જાણે.

વૈજ્ઞાનિક કારણ

તો ચાલો આપણે સાચા વૈજ્ઞાનિક કારણ પર આવીએ જેના કારણે લીંબુ મરચા ઘર અને ગાડીમાં લગાવવાથી લાભ મળે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ અને મરચા બન્નેમાં વિટામીન સી અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં જ્યારે આ બન્નેમાંથી દોરો પરોવવામાં આવે છે ત્યારે તે બધા વિટામિનને શોષી લે છે. પછી એ વિટામિન હવાના માધ્યમથી વાતાવરણમાં ફરતા રહે છે અને આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે વિટામિન આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બસ આજ કારણ છે લીંબુ અને મરચાને દોરામાં બાંધીને ઘર કે બીજે ક્યાંય લટકાવવાથી લાભ મળે છે.

જોકે ભારતમાં લોકો આ કારણ નથી સમજતા અને વ્યર્થ શ્રદ્ધાથી ચાલીને પ્રયોગ કરે છે. કોઈ સારું કાર્ય થાય તો લીંબુ મરચાં લગાવી દે છે કાં પછી ખરાબ નજરથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે. તમે હવે આનો વૈજ્ઞાનિક લાભ જાણી ચૂક્યા છો તો એને એ માટે ન લગાવો કે તમે કોઈ જાદુ કે અંધવિશ્વાસમાં માનો છો. પરંતુ એ માટે લગાવો કેમ કે તે તમારા સ્વાસ્થ્યને લાભકારક છે. અમને આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. તમે આ જાણકારી બીજા સાથે શેર કરી જાગૃતતા લાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here