અમિતાભનું નામ હતું “ઇન્કલાબ શ્રીવાસ્તવ” તો અક્ષય કુમારનું નામ હતું “રાજીવ હરિઓમ ભાટિયા”, જાણો ૧૭ ફિલ્મી કલાકારોના સાચા નામ

0
570
views

કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે “નામ” માં શું રાખ્યું છે. હવે એ વાત અલગ છે કે એ મહાન વ્યક્તિએ આ કહેવત લખ્યા બાદ નીચે પોતાનું નામ લખ્યું હતું. એટલા માટે નામ પણ એક મહત્વની ભૂમિકા જરૂર નિભાવે છે. જો નામ નાનું અને સાંભળવામાં સરળ હોય તો લોકો તેને યાદ પણ જરૂર રાખી લેતા હોય છે. એ જ કારણ છે કે બોલીવુડના પ્રખ્યાત સિતારાઓએ ફિલ્મોમાં આવ્યા બાદ નામ બદલી લીધા હતા. તો આજે અમે તમને આ આર્ટીકલમાં એ સેલિબ્રિટી ઓના સાચા નામ જણાવીશું.

કટરીના કેફ : કટરીના કેફનું સાચું નામ Katrina Turquotte પરંતુ ફિલ્મોમાં આવતા પહેલાં તેઓએ પોતાના કાશ્મીરી પિતાની સરનેમ “કૈફ” લગાવી લીધી. જેની પાછળનું કારણ હતું કે આ નામ બોલવામાં સરળતા થતી હતી.

પ્રીતિ ઝિન્ટા : પ્રીતિ નું બાળપણનું નામ પ્રીતમ સિંહ ઝિન્ટા હતું પરંતુ બાદમાં નામની નાનું કરીને તેઓએ પ્રીતિ કરી લીધું.

સલમાન ખાન : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનું નામ અબ્દુલ રશીદ સલમાન ખાન છે. નામ ખૂબ જ લાંબું હોવાને કારણે ભાઈએ તેને ફક્ત સલમાન ખાન કરી નાખ્યું.

અક્ષય કુમાર : “રાજીવ હરિ ઓમ ભાટીયા” આ નામ સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ અક્ષય કુમાર નું સાચું નામ આ જ છે. બાદમાં અક્ષય કુમારે પોતાની પર્સનાલિટી અનુસાર નામ બદલી લીધું.

રણવીર સિંહ : તેનું પુરૂ નામ રણવીર સિંહ ભવાની છે પરંતુ ફિલ્મમાં ડેબ્યૂ કરતાં પહેલાં રણવીરે પોતાના નામમાંથી ભવાની દૂર કરી દીધું.

સૈફ અલી ખાન : તમને જાણીને આશ્ચર્ય થશે કે સૈફનું સાચું નામ સાજીદ અલી ખાન છે પરંતુ બાદમાં તેઓએ સાજીદને દૂર કરીને સૈફ કરી લીધું.

મલ્લિકા શેરાવત : મલ્લિકા નું સાચું નામ રીમા લાંબા છે જે તેમણે બોલિવૂડમાં આવ્યા બાદ બદલી દીધું હતું.

શિલ્પા શેટ્ટી : શિલ્પાનું સાચું નામ અશ્વિન શેટ્ટી છે, પરંતુ બાદમાં જ્યોતિષની સલાહ માનીને સારા ભાગ્ય માટે તેઓ નામ બદલીને શિલ્પા કરી દીધું.

અમિતાભ બચ્ચન : બિગ બી નું સાચું નામ “ઇન્કલાબ શ્રીવાસ્તવ” છે. હકીકતમાં અમિતજીના પિતા હરિવંશ રાય “બચ્ચન” પોતાના લેખમાં લગાવ્યા કરતા હતા. જેના લીધે બાદમાં અમિતાભે પણ તેને લગાવવાનું નક્કી કરી લીધું.

જોન અબ્રાહમ : જોનના બાળપણનું નામ ફરહાન હતું જે બાદમાં તેઓએ બદલી લીધું હતું.

દિલીપકુમાર : તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું જે બાદમાં દિલીપકુમાર થઈ ગયું.

અજય દેવગન : તેનું સાચું નામ વિશાલ દેવગન છે જે તેમણે ફિલ્મોમાં આવ્યા બાદ અજય કરી નાખ્યું.

સની દેઓલ : તેમનું બાળપણનું નામ અજય સિંહ દેઓલ હતું જે ફિલ્મોમાં આવ્યા બાદ સની દેઓલ બની ગયું.

રેખા : તમને જાણીને આશ્ચર્ય થશે કે રેખા નું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. શરૂઆતની ફિલ્મોમાં તેમનું આજ નામ હતું પરંતુ બાદમાં તેઓએ નામને શોર્ટ કરીને રેખા કરી નાખ્યું.

સની લીયોન : આકર્ષક સનીના જન્મનું નામ કરણજીત કોર વોહરા હતું જે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગયા બાદ સની લીયોન બની ગયું.

મીથુન ચક્રવર્તી : બોલિવૂડના ડિસ્કો ડાન્સર ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા ગૌરાંગો ચક્રવર્તી ના રૂપમાં ઓળખીતા હતા.

રજનીકાંત : સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું જન્મનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

અહીં અમે તમને ફિલ્મી કલાકારોના સાચા નામ જણાવ્યા. હવે આ બધા નામો માં સૌથી વધારે આશ્ચર્યજનક કોનું નામ લાગ્યું તે અમને કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here