અમદાવાદની આ હોસ્પીટલમાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે એકદમ મફત, શેયર જરૂર કરજો જેથી બીજાને ઉપયોગી બને

0
7266
views

આજના સ્વાર્થી સમયમાં માણસ પોતાના સ્વાર્થ સિવાય કોઈપણ કાર્ય મફતમાં કરી આપતો નથી ત્યારે અમદાવાદમાં આવેલ આ હોસ્પિટલ કોઈપણ જાતની ફી લીધા વગર સારવાર કરી આપે છે. જે સર્વે સંતુ નિરામયા ની ઉક્તિ સાર્થક થતી હોય તેવું જણાય છે.

અમદાવાદનું આ દવાખાનુ 24 કલાક કાર્યરત રહે છે અને આધુનિક મશીનરીઓથી તથા સુવિધાઓથી સજ્જ છે. આ હોસ્પિટલમાં ૩૫૦ થી પણ વધારે બેડની સુવિધા રાખવામાં આવેલ છે. અમદાવાદના આ મલ્ટીસ્પેશ્યાલીટી દવાખાનામાં કોઈપણ જાતના પૈસા લીધા વગર દરેક પ્રકારના રોગો ની સારવાર અને તબીબી સેવા આપવામાં આવે છે.

દર્દીઓને અહીંયા બતાવવા આવવા માટે ઓ.પી.ડી વિભાગ સવારના ૯ થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધીના સમયમાં ચાલુ રહે છે. આ હોસ્પિટલ માં કયા કયા રોગો ની સારવાર તેમજ તબીબી સેવાઓ આપવામાં આવે છે તેની જાણકારી અમે તમને અહીં જણાવીશું.

જનરલ વિભાગ : આ વિભાગમાં ડાયાબિટીસ, પિતાશય, ચેપી રોગો, હૃદયના રોગો, બ્લડ પ્રેશર વગેરે જેવા અનેક રોગોનું નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવે છે.

બાળકોનો વિભાગ : આ વિભાગમાં નવજાતશિશુ માટેની સારવાર, રસીકરણ, તાવ, શરદી તથા બાળકોને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ તબીબી સારવાર ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે છે.

જનરલ સર્જરી વિભાગ : આ વિભાગમાં સારણગાંઠ, મસા, ભગંદર, કિડની, આંતરડા ના રોગો, પથરી, થાઈરોડ તથા અન્ય રોગોનો વિધાન કર્યા બાદ તેને ઓપરેશન કરી આપવામાં આવે છે.

સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ : આ વિભાગમાં સ્ત્રીઓને લગતી તમામ પ્રકારની બીમારીઓ નિદાન તથા તેની સારવાર આપવામાં આવે છે. પ્રસુતિ, સ્ત્રીરોગ, સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન તથા ગર્ભાશયની કોથળી જેવા ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે.

ઓર્થોપેડિક વિભાગ : આ વિભાગમાં સાંધા, ફ્રેકચર તથા કમરના દુખાવાને અને હાડકા ને લગતા કોઈપણ પ્રકારના ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે.

માનસિક રોગ વિભાગ : આ હોસ્પિટલમાં આ વિભાગમાં મગજને લઈને થતી દરેક પ્રકારની બીમારીઓ નો નિદાન તથા સારવાર આપવામાં આવે છે.

આંખનો વિભાગ : આ વિભાગમાં આંખોની તપાસ નિદાન તથા જરૂર પડીએ ઓપરેશન પણ અત્યાધુનિક સાધનો દ્વારા કરી આપવામાં આવે છે. અહીંયા મોતિયો, વહેલ તથા આંખોના ઓપરેશન પણ કરવામાં આવે છે.

કાન નાક અને ગળાનો વિભાગ : અહીંયા આ વિભાગમાં કાનમાં પૂરું થવું, પડદામાં કાણું પડેલું હોય, ગળામાં કાકડા નો વધારો તેમજ કાનની બહેરાશ વગેરે જેવા રોગોનું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

ચામડી ના રોગનો વિભાગ : આ વિભાગમાં ચામડીને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવે છે.

દાંતના રોગનો વિભાગ : આ વિભાગમાં દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતની સફાઈ, વાંકાચૂકા દાંત ને સીધા કરવા, દાંત માં થયેલ સડાને દૂર કરવો, દાંતના મૂળિયાની ની સારવાર વગેરે પ્રકારના રોગોનું નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવે છે.

શ્વાસ-દમ અને ટીબીના રોગનો વિભાગ : આ વિભાગમાં શ્વાસ, ટીબી, ન્યુમોનિયા, દમ, શ્વાસનળીની તપાસ તથા ફેફસાંના રોગો નો નિદાન તથા સારવાર કરી આપવામાં આવે છે.

અત્યાધુનિક સાધનોથી સજ્જ એવા આ દવાખાનામાં ઈમરજન્સી વિભાગ, એક્સ-રે, ECG, સોનોગ્રાફી, TMT તથા ફાર્મસીની સેવાઓ અને સાથે સાથે લેબોરેટરીની પણ ચોવીસ કલાક સેવાઓ કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ સિવાય હોસ્પિટલમાં ભવિષ્યમાં બ્લડ બેન્ક, સીટીસ્કેન, એમ.આર.આઇ, એન્જિયોગ્રાફી તથા મેમોગ્રાફી ની પણ સેવા રાહત ના ભાવે દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અને અમલી યોજનાઓ જેવી કે આર.એસ.બી.વાય., કુટુંબ કલ્યાણ કાર્ડ તથા ચિરંજીવી યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. દાખલ થતા દર્દીને અહીં દવાઓ ઓપરેશન તેમજ જમવાનું એક પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

હોસ્પિટલનું સરનામું ‌: શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, વિસાદ-ગાંધીનગર હાઇવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ. મોબાઈલ નંબર – 7573949408.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here