અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ બનીને થઈ ગયું તૈયાર, હવે વરસાદને લીધે પણ મેચ અટકશે નહીં, જુઓ તેની અદભૂત તસ્વીરો

0
1100
views

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. આ ઉદ્ઘાટન ૨૪ ફેબ્રુઆરીના રોજ થશે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં આવેલું છે. જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે. આ મેદાન લગભગ ૭૦૦ કરોડ રૂપિયા થી ૬૩ એકર જમીનમાં બનીને તૈયાર થયેલું છે.

તેવા સમાચારો હતા કે ઉદઘાટન બાદ અહીંયા એશિયા અને વર્લ્ડ કપ મેચ પણ રમાઈ શકે છે. જેને લઈને હવે જાણકારી મળી છે કે બીસીસીઆઈ તેનો રિવ્યૂ કર્યા બાદ તેના પર નિર્ણય કરશે. વળી આઇપીએલની મેચને લઇને પણ જાણકારી મળી છે કે પહેલા આ મેદાન પર આઈપીએલની ફાઈનલ કરવાની વાત હતી, પરંતુ ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવ્યો નહીં. જોકે આ મેદાન પર ફ્લડ લાઇટ પણ છે પરંતુ હજુ તેના પર કોઈ આંતરરાષ્ટ્રીય મેચ અથવા ડે-નાઇટ ટેસ્ટની દરખાસ્ત નથી.

આ અવસર પર આ સ્ટેડિયમના પ્રોજેક્ટ સાથે પાછલા ત્રણ વર્ષોથી જોડાયેલા પ્લાનિંગ એન્જિનિયર વિક્રાંત મિશ્રાએ સ્ટેડિયમ વિશેની ખાસ વાતો જણાવી હતી. તો ચાલો અમે તમને આ આર્ટિકલમાં આ સ્ટેડિયમની અમુક ખાસિયતો જણાવીએ.

 • લગભગ ૭૦૦ કરોડ રૂપિયાની રકમ થી આ સ્ટેડિયમ બનીને તૈયાર થયું છે.
 • આ સમગ્ર પ્રોજેક્ટનું તૈયાર કરવા માટે લગભગ ૩ વર્ષ જેવો સમય લાગ્યો. જાન્યુઆરી ૨૦૧૭ માં તેનું કામ શરૂ થયું હતું જે ફેબ્રુઆરી ૨૦૨૦ માં પૂરું થયું છે.
 • આ સ્ટેડિયમની ક્ષમતા ૧ લાખ ૧૦ હજાર દર્શકોને છે, જે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (૧ લાખ) થી વધારે છે.

 • આ સ્ટેડિયમમાં એટલા ડ્રેસિંગ રૂમ છે કે અહીંયા એક સમય પર ચાર ક્રિકેટ ટીમો રોકાઈ શકે છે.
 • આ મેદાનમાં કુલ ૧૧ પીચ છે, જેને લાલ અને કાળી માટીની મદદથી તૈયાર કરવામાં આવેલ છે.
 • આ સ્ટેડિયમમાં પહેલી વખત એલઇડી ફ્લડ લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પોલ માઉટીડ ફ્લડ લાઇટ થી અલગ હોય છે. આ મેદાન પર ફ્લડ લાઇટ ની ઊંચાઈ ૯૦ મીટર છે, જે ૨૫ માળની ઊંચી ઇમારત બરાબર હોય છે.
 • આ મેદાનની નીચે એક સબ સર્ફેસ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવેલ છે. જેની મદદથી વરસાદ થવાની સ્થિતિમાં મેદાનને ફરીથી ૩૦ મિનીટમાં તૈયાર કરવામાં આવી શકે છે.
 • આ સ્ટેડિયમની અંદર કુલ ૭૬ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવેલ છે જે ભારતના કોઈપણ સ્ટેડિયમમાં સૌથી વધારે છે.

 • આ મેદાન પર ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટ બોલ, નેટ બોલ, ટેનિસ અને બેડમિન્ટનના મુકાબલા પણ કરી શકાય છે.
 • આ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન સિવાય પ્રેક્ટિસ માટે બે ક્રિકેટના અને એક મલ્ટી સ્પોર્ટ ગ્રાઉન્ડ પણ છે.
 • આ સ્ટેડિયમની અંદર ફિઝિયોથેરાપી સિસ્ટમ અને હાઇડ્રોથેરેપી સિસ્ટમ પણ રાખવામાં આવેલ છે જે જખમી ખેલાડીઓને મેદાનની અંદર જ ઉપચાર આપી શકે છે.
 • આ મેદાનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જો કોઈ એક ખેલાડી શોટ રમે છે તો મેદાન પર રહેલ બધા જ દર્શકો કોઈપણ જાતની અડચણ વગર તેને જોઈ શકે છે.
 • આ સ્ટેડિયમના પાર્કિંગમાં એક સાથે ૪ હજાર અને ૨૦ હજાર બાઈક પાર્ક કરી શકાય છે.

સરદાર પટેલ સ્ટેડિયમને બિલકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ બતાવવામાં આવી રહ્યું છે, તેની ખાસિયત ને જોતા હવે ફેન્સને આ મેદાન પર પહેલો મુકાબલો જોવાની આતુરતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here