અમદાવાદમાં કિસ કરતાં સમયે પતિએ કાપી નાંખી પત્નીની જીભ, પોલીસને જણાવ્યુ અજીબ કારણ

0
176
views

અમદાવાદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી રહી છે. અહીંયા એક વ્યક્તિએ કિસ કરતા સમયે પોતાની પત્નીની જીભ કાપી નાખી હતી. ઘટના બાદ આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો, પરંતુ તેની પાછળ એક અજીબ કારણ હોવાનું કહ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે કિસ કરતાં સમયે પત્ની અને તેની જીભ ચોંટી ગઈ હતી જેના લીધે તેણે ફરજિયાત જીભ કાપવી પડી હતી.

આ ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારની છે. જુહાપુરામાં રહેતા ૪૬ વર્ષના અયુબ મન્સૂરી પર પોતાની પત્નીની જીભ કાપી નાખવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે, “આ યોગનુ કહેવાનું છે કે પત્ની સાથે થોડા સમયથી તેને અણબનાવ ચાલી રહ્યો હતો. પરંતુ એક દિવસે બન્ને નજીક આવવા પર કિસ કરી રહ્યા હતા, ત્યારે તેમની જીભ ચોંટી ગઈ હતી. તેને અલગ કરવાની કોશિશ કરી પરંતુ તે શક્ય બન્યું નહીં. આ દરમિયાન અલગ કરતા સમયે પત્ની ની જીભ કપાઇ ગઇ હતી.”

મન્સૂરીએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેને અહેસાસ થયો કે તેની પત્નીની જીભ કપાઈ ગઈ છે તો તે ગભરાઈ ગયો હતો. તેના મોઢામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. મન્સૂરીએ જણાવ્યું હતું કે પોલીસના ડરના લીધે તે પોતાની પત્નીને ઘરમાં બંધ કરીને ભાગી ગયો હતો. વળી પીડિતા પત્ની તસ્લીમ હજુ પણ બોલી નથી શકતી. તેઓને 9 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તસ્લીમના દેયર ઈદરિસ મન્સૂરીએ બતાવ્યું હતું કે સર્જરી બાદ તેઓ લિક્વિડ ડાયેટ પર છે. તસ્લીમ આરોપી અયુબ મન્સૂરીની ત્રીજી પત્ની છે. આ પહેલા તે બે વખત લગ્ન કરી ચૂક્યો છે. 37 વર્ષીય તસ્લીમ અને અયુબ મન્સુરીના લગ્ન 2018 માં થયેલ હતા. લગ્નના થોડા મહિના બાદ જ બંને વચ્ચે વિવાદ થતા રહેતા હતા.

તસલીમના જણાવ્યા અનુસાર, જુહાપુરાના મહારાજના ઘરમાં હું ૯ ઓક્ટોબરના દિવસે તે પતિ અયુબ મન્સૂરી સાથે હતી. ત્યારે અયુબે મને ફ્રેંચ કિસ કરવા માટે કહ્યું. મને લાગ્યું કે અયુબ બધા ઝગડા ભુલીને સમાધાન કરવા માંગે છે. જેવી મે જીભ બહાર કાઢી, અયુબે મારી જીભ પોતાના હાથથી પકડી અને ચાકુ કાઢીને કાપી નાંખી. ત્યારબાદ તે ઘરમાં જ તેને બંધ કરીને ભાગી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here