અમદાવાદમાં ઇમ્પોર્ટેડ કારનું ૯.૮૦ લાખ રૂપિયાનું ચલણ કપાયું, જાણો શું હતી કાર માલિકની ભુલ

0
581
views

હજુ થોડા મહિના પહેલા જ દરેક જગ્યાએ મોટી કિંમતના ચલણ ચર્ચાનો વિષય રહ્યા હતાં. કોઈ વ્યક્તિએ ૩૦ હજારનું ચલણ ભરવું પડ્યું તો કોઈ વ્યક્તિએ ૪૫ હજારનું ચલણ ભરવું પડ્યું. ચલણની આટલી મોટી રકમ સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ૯.૮૦ લાખ નું ચલણ ભરવું પડ્યું. ચલણની દુનિયામાં કદાચ આ અત્યાર સુધીનો સૌથી મોટી રકમ વાળુ ચલણ હતું.

ટ્રાફિક વિભાગ બધા નાગરિકોને વારંવાર ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહે છે પરંતુ તેમ છતાં પણ અમુક લોકો થી નિયમોનું પાલન કરવામાં ચૂક થઇ જાય છે. બસ આ ભૂલના કારણે ગુજરાતના અમદાવાદમાં પણ એક કાર માલિકને ખૂબ જ મોટું ચલણ ભરવું પડ્યું. હવે તમે બધા વિચારી રહ્યા હશો કે આ વ્યક્તિ દ્વારા એવો ક્યો નિયમ તોડવામાં આવ્યો જેના લીધે તેને નવ લાખ ૮૦ હજારનું ચલણ આપવામાં આવ્યું.

હકીકતમાં જે વ્યક્તિનું ચરણ બનાવવામાં આવ્યું તે એક ઈમ્પોર્ટેડ લક્ઝરી સ્પોર્ટ્સ કાર Porsche 911 ચલાવી રહ્યો હતો. જાણકારી અનુસાર આ કારની કિંમત અંદાજે બે કરોડ રૂપિયાની આસપાસ છે. હવે આટલી મોંઘી કાર ચલાવવામાં તો કોઈ સમસ્યા નથી પરંતુ તમારી પાસે આ ગાડીના કાગળો અને નંબર પ્લેટ હોવી જરૂરી છે. પરંતુ આ વ્યક્તિ નંબર પ્લેટ વિના બે કરોડની કાર સડક પર દોડાવી રહ્યો હતો. ફક્ત એટલું જ નહીં પરંતુ જ્યારે ટ્રાફિક પોલીસે આ ગાડીના કાગળો માંગ્યા ત્યારે તે વ્યક્તિ પાસે ન હતા. ત્યારબાદ આરટીઓ દ્વારા આ કારને જપ્ત કરી લેવામાં આવી અને ૯.૮૦ લાખ નું ચલણ બનાવી આપવામાં આવ્યું.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં બનેલી આ ઘટના ૨૯ નવેમ્બરની છે. ટ્રાફિક પોલીસ અનુસાર બુધવારના દિવસે હેલ્મેટ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે એક સિલ્વર રંગની કારને રોકી હતી. આ વાહન પર કોઈપણ પ્રકારની નંબર પ્લેટ લગાવવામાં આવેલ ન હતી. જ્યારે તેમની પાસે ગાડીના કાગળો માંગવામાં આવ્યા તો તેઓ આપી શક્યા ન હતા.

તેવામાં મોટર વ્હીકલ એક્ટ અનુસાર આરટીઓ દ્વારા મેમો આપવામાં આવ્યો. હવે જ્યારે તે વ્યક્તિ દંડની રકમ ભરશે ત્યારે તેને કાર આરટીઓમાંથી પરત મળશે. સાંભળવામાં આવ્યું છે કે પાછલા અમુક દિવસોથી અમદાવાદ પોલીસ લક્ઝરી કારોના ચલણ બનાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here