અમરનાથની યાત્રામાં પહાડો પરથી શ્રધ્ધાળુઓ પર પડી રહ્યા હતા પથ્થરો ત્યારે શ્રધ્ધાળુઓની ઢાળ બન્યા ITBP ના જવાન

0
414
views

દેશમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ચૂકી છે. ૧ લી જુલાઇ થી શરૂ થયેલ અમરનાથ યાત્રામાં આ વખતે ભક્તોની આસ્થા ઉભરાઇ આવી છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે પહોચી રહ્યા છે. અમરનાથ યાત્રા ખૂબ જ કઠિન હોય છે. શ્રધ્ધાળુઓ પ્રાકૃતિક આપદાઑનો સામનો કરતાં આ યાત્રા પૂરી કરે છે. પરંતુ તેમની મદદ માટે સેનાના જવાનો પણ ત્યાં ફરજ બજાવે છે. તેઓ દરેક પગલે ભક્તોની સાથે રહે છે.

હકીકતમાં બાલટાલ માં તીર્થ યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત-તિબેટ સીમા પોલિસ (ITBP) નાં જવાનોએ એક ગ્લેશિયરમાં અલગ અલગ જગ્યા પર પથ્થર થી અમરનાથ યાત્રા કરવા આવેલા યાત્રિકોને પોતાના જીવનો વિચાર કર્યા વગર બચાવ્યા યાત્રા હતા. જેનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહે છે અને લોકો સેનાનાં જવાનોની બહાદુરીના વખાણ કરતાં થાક્તા નથી.

વાત જાણે એમ છે કે, અમરનાથ યાત્રા દરમ્યાન રસ્તા પર પડહ પરથી નીચે પથ્થરના નાના નાના ટુકડા રસ્તા પર ઝડપથી આવીને પડવા લાગ્યા. ત્યાં સુરક્ષા પર રહેલા સેનાનાં જવાનોએ પરિસ્થિતિને સાંભળી લીધી અને પહાડની માફક પથ્થરોની આગળ ઊભા રહી ગયા. પોતાના જીવના જોખમે ITBP નાં જવાનોએ શ્રધ્ધાળુઓની રક્ષા કરી હતી. શ્રધ્ધાળુંઓની તરફ આવી રહેલ પથ્થરોને રોકીને ITBP નાં જવાનોએ તેમનો જીવ બચાવ્યો હતો.

બરફના પહાડો પર સીમા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ભારત-તિબેટ બોર્ડર પોલિસ (IBTP) શ્રી બાબા અમરનાથ યાત્રા પર દેશ અને વિદેશ થી આવી રહેલ શ્રધ્ધાળુંઓની ઢાળ બની રહેલ છે. બાબા અમરનાથની ગુફાની નજીક ગ્લેશિયર પર બરફમાં યાત્રાને સુગમ બનાવવા માટેનો બંદોબસ્ત કરવાની સાથે આઇબીટીપી નાં જવાનો પહાડો પર સરકતા પથ્થરોથી યાત્રિકોને બચાવવા માટે પણ હંમેશા તૈયાર રહે છે. આ જવાનો ફક્ત યાત્રાને સુરક્ષિત બનાવવાની સાથે દુર્ગમ પરિસ્થિતિમાં પણ યાત્રિકોને ચિકિત્સા સુવિધા પણ આપવા માટે તેમની મેડિકલ ટીમ સક્રિય રહે છે.

તીર્થ યાત્રિકોને યાત્રા દરમ્યાન કોઈ સમસ્યા ન આવે તેના માટે ભારત-તિબેટ બોર્ડર પોલિસનાં અંદાજે પાંચ હજાર જવાનો અમરનાથ યાત્રાનાં માર્ગ પર બાલટાલ બેસ થી લઈને બાબા બર્ફાની પવિત્ર ગુફા સુધી ફરજ બજાવતા નજર આવે છે. વળી આઇબીટીપી નાં જવાનોને આ વખતે વિશેષ રીતે બેસિક પૈરા મેડિકલની પણ ટ્રેનિંગ આપવામાં આવેલી છે. આ પ્રકારની ટ્રેનિંગ આપવાનો મુખ્ય ઉદેશ્ય યાત્રા દરમ્યાન શ્રધ્ધાળુંઓની મદદ કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here