અલગ અલગ મંદિરોમાં આપવામાં આવતા આ પ્રસાદ વિશે તમે જાણો છો?

0
212
views

આપણા દેશમાં અનેક ધર્મ અને પરંપરાઓને માનવા વાળા લોકો રહે છે અને આ જ કારણ છે કે દેશમાં જેટલા સંપ્રદાયો ધર્મ અને પરંપરાઓ છે તેટલા જ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ પણ છે. દરેક ધાર્મિક સ્થળની અલગ અલગ પરંપરાઓ અને માન્યતાઓ છે તેવી જ રીતે અલગ અલગ ધર્મ સ્થાનો પર મળતો પ્રસાદ પણ અલગ-અલગ હોય છે. અમુક પ્રસાદ ખુબ જ સરસ હોય છે જેને એક વખત ખાઈએ તો ફરીવાર ખાવાનું મન થાય છે અને અમુક પ્રસાદ જેના નામ સાંભળીને જ આપણે થોડા અજીબ મહેસૂસ કરીએ છીએ. તો આજે જણાવીશું કે આપણા દેશમાં મંદિરોમાં મળતા અલગ અલગ પ્રસાદના વિશે.

ચોકલેટ પ્રસાદ

ચોકલેટ પ્રસાદનું નામ સાંભળીને ખુશ થઈ જઈએ છીએ તો તે જાણી લઈએ કે કેરળમાં એલિપિમાં બનેલ ઈષ્ટદેવના મંદિર થેક્કન પલાની બાલસુબ્રમણિયમ ભગવાન બાલામુરુગનને ચોકલેટનાં પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે. અહીં આવતા ભક્તો ભગવાનને ચોકલેટ જ અર્પિત કરે છે અને ખાસ વાત એ છે કે ભક્તોને પણ પ્રસાદમાં ચોકલેટ આપવામાં આવે છે.

ડ્રાયફ્રૂટ્સ અને મિસરીનો પ્રસાદ

માતા રાણીના ભક્તો વૈષ્ણવના દરબારમાં દર્શન કરવા જાય છે, પરંતુ માતાના દરબારમાં અન્ય શક્તિપીઠો મુજબ બલી દેવાની પરંપરા નથી, પરંતુ અહીં માતાજીની મંદિર ટ્રસ્ટમાં શ્રાઇન બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. શ્રાઇન બોર્ડના આ પ્રસાદમાં વૈષ્ણોદેવી માતાને એક ચાંદીનો સિક્કો, અખરોટ અને મિસરી હોય છે. તે ઉપરાંત નારિયેળ અને માતાજી માટે ચુંદડી પણ હોય છે. શ્રાઇન બોર્ડ આ પ્રસાદ જૂટ માંથી બનાવેલ એક થેલામાં આપે છે.

અન્ન બ્રહ્મ કે મહાપ્રસાદ

ભગવાનને અન્ન બ્રહ્મ અથવા મહાપ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે. આ પ્રસાદની ખાસ વાત એ છે કે આ મંદિરના પરિસરમાં લાકડા અને ઇંધણથી માટીના વાસણમાં બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રસાદને આનંદ બજારમાં વેચવાની પરંપરા છે.

માથાડી પ્રસાદ કે થોર

શ્રીનાથ દેવતાના મંદિરે રાજસ્થાન નાથદ્વારામાં છે. ત્યાં ભગવાનને માથાની પ્રસાદ કે થોરનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. વાસ્તવમાં આ એક એવી મીઠાઈ છે કે જે ઘીમાં તળીને ચાસણીથી તરબતર કરવામાં આવે છે. આ પ્રસાદની ખાસ વાત એ છે કે આ પ્રસાદ મોઢામાં મુકતાની સાથે ઓગળી જાય છે અને આ પ્રસાદને આરામથી એ લોકો પણ ગ્રહણ કરે છે જેના મોઢામાં દાંત નથી.

શ્રીવારી લાડુ પ્રસાદ / અચકાસ લાડુ પ્રસાદ

શ્રીવારી લાડુ પ્રસાદ / અચકાસ લાડુ પ્રસાદ દુનિયાભરમાં મશહૂર છે. આ પ્રસાદને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને અર્પિત કરવામાં આવે છે. “પોટું” નામના ખાસ રસોઈઘરમાં પ્રસાદને બેસન, ઈલાયચી, કાજુ, દેશી ઘી, ખાંડ અને કિસમિસ ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રસાદની સૌથી ખાસ વાત એ છે કે જીઆઈ અધિનિયમ ૧૯૯૯ હેઠળ આ લાડુનાં પ્રસાદને ભૌગોલિક સંકેતકનાં રૂપમાં ફૂડ આઇટમમાં રજિસ્ટર કરવામાં આવેલ હતો. મંદિરના ખાસ પૂજારી મળી આ પ્રસાદને તૈયાર કરે છે.

બાળભોગ

મથુરા વૃંદાવનમાં બાંકેબિહારીના મંદિરમાં ભક્તોને બાલભોગ વિતરીત કરવામાં આવે છે. લડ્ડુ ગોપાલ બાંકેબિહારીને પણ આ પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. આ પ્રસાદમાં સુકાયેલા બટાકાની સબ્જી, બેસનના લાડવા અને કચોરી હોય છે. બાલભોગ, બાલભોગ મંદિરમાં લડ્ડુ ગોપાલને અર્પિત કરવા આવેલો પહેલો પ્રસાદ છે.

નુડલ્સનો પ્રસાદ

કલકત્તા (પશ્ચિમ બંગાળ)માં ચાઈનીઝ કાળીના મંદિરમાં ચાઈનીઝ નુડલ્સ, ચોપ સુય, સબ્જી અને ચોખા નિર્મિત પ્રસાદ અર્પિત કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ મંદિર કોલકત્તાનાં ટાંગરા જે ચાઈનીઝ વસ્તીનો એક ભાગ છે અને ત્યાં વસેલું છે.

ઉંદરનો એઠો પ્રસાદ

ઉંદરનો એઠો પ્રસાદ સાંભળીને ભલે તમને થોડું અજીબ લાગે પરંતુ આ સાચું છે. રાજસ્થાનના બિકાનેરના કરણી માતાના મંદિરમાં લોકો દૂર-દૂરથી આ અનોખો પ્રસાદ લેવા માટે આવે છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે કરણી માતાને દૂધનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રસાદને ઉંદરની આપી દેવામાં આવે છે. પ્રસાદ ઉંદર દ્વારા એઠો થયા પછી આ પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

ઉદી પ્રસાદ

શિરડીમાં આવેલા સાંઇબાબા મંદિરમાં મુખ્ય પ્રસાદ ઉદી પ્રસાદ કહેવામાં આવે છે. ઉદી પ્રસાદ મંદિર દ્વારા એક પેકેટમાં આપવામાં આવે છે. વાસ્તવમાં પૂજા, પાઠ અને હવનની રાખ માંથી બનેલો પ્રસાદ હોય છે. સાંઈ ભક્તો આ પ્રસાદ પ્રત્યે ખુબ જ આસ્થા રાખે છે.

કડાહ પ્રસાદ

શીખ ધર્મમાં કડાહ પ્રસાદ આપવાનું પ્રચલન છે. ગુરુદ્વારા થી લઈને ધાર્મિક આયોજનના મુખ્ય પ્રસાદ કડાહ પ્રસાદને માનવામાં આવે છે. વાસ્તવમાં શુદ્ધ દેશી ઘીમાં લોટ અને ખાંડને સમાન મેળવી અને બનાવવામાં આવેલું શીરો હોય છે. અમુક લોકો તેને હલવાનો પ્રસાદ પણ કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here