કાશ્મીરમાં એરફોર્સ અને સેનાને આપવામાં આવ્યો હાઇએલર્ટ પર રહેવાનો આદેશ, ૧૦ હજાર જવાનો પણ થયા તૈનાત

0
213
views

દેશમાં ઘણી બાબતો એવી બની રહી છે જેના માટે સખત કાયદો બનાવવો ખુબ જ જરૂરી બની ગયું છે. પરંતુ જ્યારે પણ કોઈ સખત કાર્યવાહી કરવાની કોશિશ કરવામાં આવે છે તો કોઈને કોઈ વ્યક્તિ તેને રોકવા માટે આવી જાય છે. લોકસભા ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે મોદી સરકારે એક મુદ્દો ઉઠાવ્યો હતો કે તેમની સરકાર આવશે તો 35A અને ધારા ૩૭૦ ખતમ કરી દેવામાં આવશે.

હવે કાશ્મીરના થોડા અલગાવવાદી નેતાઓને ડર લાગી ગયો કે અહીંયા પણ નરેન્દ્ર મોદી આવું કરી શકે છે. કારણ કે કાશ્મીર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એરફોર્સ અને સેનાને હાઈએલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, દસ હજાર જવાનોને પણ તેનાત કરી દેવામાં આવ્યા હતા.

એરફોર્સ અને સેનાને આપવામાં આવ્યો હાઇએલર્ટ પર રહેવાનો આદેશ

હાલમાં મળેલ સમાચાર અનુસાર કાશ્મીરમાં દસ હજાર જવાનો તૈનાત છે પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો ના પચાસ હજાર વધુ જવાનો ને મોકલવામાં આવેલ છે, જ્યારે આ વાતને મંત્રાલય દ્વારા આ વાતને નકારવામાં આવી હતી. શુક્રવાર એટલે કે બીજી ઓગસ્ટના મીડિયા એજન્સીને અમુક સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ કાશ્મીરમાં ફક્ત 10000 જવાનોને મોકલવાનો આદેશ આપેલ છે અને તેઓને પોતાની નિર્ધારીત સીમા ક્ષેત્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. એટલા માટે જવાનોની ચહલ-પહલ ને લઈને ઘણા અંદાજો લગાવવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રાલય અનુસાર સુરક્ષાબળોને સો કંપનીઓ ને લાવવા અને લઈ જવા મા વાયુસેનાના C-17 ગ્લોબ માસ્ટર વિમાનની મદદ લેવામાં આવી રહી છે તથા સરકાર દ્વારા શુક્રવારે એરફોર્સ અને સેનાને હાઈ ઓપરેશન એલર્ટ પર રહેવા માટે ઓર્ડર આપવામાં આવેલ હતો. સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. આ સિવાય ઘાટીમાં આ ચહલપહલ વચ્ચે કંઇક મોટું થવાની વાતો સામે આવી રહી છે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઘણી દરગાહ મસ્જિદો અને અદાલતો પરથી સુરક્ષા હટાવી લેવામાં આવી છે. ત્યાં ફરજ બજાવી રહેલા જવાનોને પોતાના જિલ્લાના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમરનાથ યાત્રાને સુરક્ષામાં રહેલા થોડા જવાનોને અન્ય જગ્યા પર મોકલવામાં આવેલ છે તથા અમરનાથ યાત્રા 4 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવેલ છે. સરકાર દ્વારા ખરાબ હવામાન નું કારણ બતાવવામાં આવેલ છે, પરંતુ હવામાન વિભાગે આવા કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ લગાવેલ ન હતી.

અજીત ડોભાલે પણ આ કારણથી કર્યો પ્રવાસ

મોદી સરકારે લગભગ એક સપ્તાહ પહેલા પણ 10 હજાર જવાનોને ઘાટીમાં મોકલેલ હતા. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પરથી પરત ફર્યા બાદ લેવામાં આવ્યો હતો. ત્યારે ગૃહમંત્રાલય જણાવ્યું હતું કે ઘાટીમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી ને વધારે મજબૂતી આપવા માટે સુરક્ષા બળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી રહી છે અને આ કામમાં તેઓને થોડો વધારે સમય લાગશે. બુધવારના કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના અનુચ્છેદ 35A ને હટાવવાની અટકળોને નકારી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણકે આટલા જવાનોને તૈનાત કરવા પર લોકોને લાગી રહ્યું હતું કે અહીંયાથી 35A હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here