આપણા દેશમાં કોઈને કોઈ ચમત્કાર જોવા અને સાંભળવા મળે છે ભલે આપણે ચાંદ પર પહોંચી ગયા પરંતુ આજે પણ માન્યતા અને આસ્થા પર વિશ્વાસ કરીએ છીએ આજે તમને કોઈ એવી જ માન્યતા વિશે જણાવીશું કે જેને સાંભળીને તમે હેરાન થઈ જશો અને વિચારવા પર મજબૂર થઈ જશો કે શું આવું પણ થાય છે.
આજે તમને એક એવા મંદિર અને કુંડ ના વિશે જણાવીશું કે જેના વિશે એ માન્યતા છે કે અહીં ઊંઘવાથી અને નાહવાથી મહિલાઓ ગર્ભવતી થાય છે. તમે વિચારશો કે આવું કેમ થાય છે પરંતુ તેનો જવાબ કોઈની ખબર નથી. અને બધાની આસ્થા સામે તર્ક પણ નાનું થઈ જાય છે.
મંદિરમાં સુવાથી મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી
હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં માતા સિમસા નુ મંદિર છે. માન્યતા એવી છે કે સંતાન પ્રાપ્તિ માટે ની ઈચ્છા હોય તેવી મહિલાઓ અહીં મંદિર ઉપર સૂઈ જાય તો તે થોડા દિવસમાં ગર્ભવતી થઈ જાય છે. અને એવી પણ માન્યતા છે કે માતાજી જાતે સપનામાં આવી અને સંકેત પણ આપે છે કે પુત્ર થશે કે પુત્રી. આ મંદિરને સંતાન પ્રાપ્તિ ના નામે પણ ઓળખવામાં આવે છે.
નહાવાથી મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી
જમ્મુ ના સુજાનપુર ના બસરૂપમાં એક એવું તળાવ છે કે જ્યાં નહાવાથી નિસંતાન મહિલાઓને સંતાન પ્રાપ્ત થાય છે. અહીંના સ્થાનીય લોકોનું માનવું છે કે આ તળાવમાં નહાવાથી સંતાનસુખ પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ ચર્મ ના રોગ પણ દૂર થાય છે.
ભગવાન ભોળાનાથને શણગાર કરવાથી થાય છે સંતાન પ્રાપ્તિ
છત્તીસગઢ ના સરોના મા પંચમુખી શિવનું મંદિર છે. માન્યતા છે કે નિસંતાન દંપતિ જો શિવલિંગ નો શણગાર કરે છે તો તેની દરેક ઇચ્છા ભગવાન ભોલેનાથ થી પૂર્ણ થાય છે. આ મંદિર વિશે જણાવવામાં આવ્યું છે કે આ મંદિર લગભગ 250 વર્ષ જૂનું છે. અને અહીં વર્ષોથી નાગ નાગીન શિવલિંગના દર્શન કરે છે અને દર્શન કરીને ચાલ્યા જાય છે.