અહી મૃત્યુ બાદ બનાવવામાં આવ્યું છે બુલેટ અને તેના માલીકનું મંદિર, પરચો પણ હાજરા-હજુર છે

0
1533
views

રાજસ્થાન પોતાના પ્રખ્યાત મંદિર વિશે જાણીતું છે. ખાસ વાત તો એ છે કે અહિયાં આ બધાં જ મંદિરો પાછળ કોઈને કોઈ રોચક કહાની આવેલી છે. આ કહાની એટલી વિચિત્ર હોય છે કે તેને સાંભળીને સહજ કોઈને વિશ્વાસ નથી થતો. પરંતુ અહીંયાના લોકો અને લોકવાયકાઓ અને સાંભળીને આ વાતને માનવા માટે મજબૂર થઈ જઈએ છીએ.

પાલી માં આવેલ બુલેટ બાબા નુ રહસ્યાત્મક મંદિર

રાજસ્થાનના પાલી જિલ્લામાં એક મંદિર આવેલું છે જ્યાં બુલેટ બાઈક ને પૂજવામાં આવે છે. આ સ્થળ જોધપુર પાલી હાઈવે પર પાલી થી લગભગ ૨૦ કિલોમીટર દૂર બુલેટ બાબાના મંદિરના નામથી પ્રસિદ્ધ છે. મુખ્ય હાઈવે પર આવેલ આ મંદિર ખૂબ જ ચર્ચામાં છે. સડકના કિનારે આવેલ જંગલમાં લગભગ 20 થી 25 પ્રસાદ અને પૂજા-અર્ચના સામાંથી સજાવેલી દુકાનો દેખાઈ આવે છે. સાથોસાથ નજર આવે છે ભીડ થી ઘેરાયેલો એક ચબૂતરો જેના પર ઓમ બન્ના નો એક નાનો ફોટો અને અખંડ જ્યોત. ચબુતરાની નજીક નજર આવે છે ફૂલોની માળા થી સજાવેલ બુલેટ મોટરસાયકલ.

ઓમ બન્ના અને બુલેટની ચમત્કારી કહાની

ઓમ બન્ના અર્થાત ઓમ સિંહ રાઠોડ પાલી શહેરના નજીક આવેલ ચોટીલા ગામના ઠાકોર જોગ સિંહજી ના પુત્ર હતા. 1991માં ઉનાળાના સમયમાં જ્યારે રાતના સમયે તેઓ પોતાની બુલેટ મોટર સાયકલ પર પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે એક સડક દુર્ઘટનામાં તેમનું અવસાન થયેલ હતું. કહેવામાં આવે છે કે આ ઘટનામાં પોલીસવાળા મોટરસાયકલને પોલીસ સ્ટેશન લઇ આવ્યા પરંતુ બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાંથી આ મોટરસાયકલ ગાયબ થઈ ગઈ હતી. તપાસ કરવા પર આ મોટરસાયકલ એ જ દૂર ઘટના સ્થળ પર મળી આવેલ હતી.

પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઘણી વખત મોટરસાયકલને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને મોટરસાયકલની ટાંકીમાંથી પેટ્રોલ પણ ખાલી કરી દેવામાં આવ્યું હતું. પરંતુ દર વખતે આ મોટરસાયકલ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈને દુર ઘટના સ્થળ પર પોતાની જાતે જ પહોંચી જતું હતું. જ્યારે આ વાતની જાણ લોકોને થઇ ત્યારે તેઓએ તે સ્થાન પર ચબૂતરો બનાવીને ઓમ બન્ના નું મંદિર બનાવી દીધું. જ્યાં દરરોજ પૂજા પાઠ કરવામાં આવવા લાગ્યા.

આખરે પોલીસ કર્મીઓએ અને ઓમ સિંહનાં પિતાએ ઓમ સિંહની મૃત આત્માની ઇચ્છા સમજીને તે મોટરસાયકલને તે ઝાડ પાસે રાખી દેવામાં આવ્યું. કહેવામાં આવે છે કે ત્યારબાદ રાતના સમયે વાહનચાલકોને ઓમ સિંહ અવાર-નવાર દુર્ઘટનાથી બચવા માટેના ઉપાય કરતા તથા ચાલકોને રાત્રિના દુર્ઘટના થી સાવધાન કરતા દેખાઈ આવે છે.

ઓમ બન્ના ની આત્મા કરે છે રખવાળી

જણાવવામાં આવે છે કે ઓમ બન્ના ની આત્મા દુર્ઘટના સંભવિત સ્થળ પર પહોંચતા વાહનને જબરદસ્તી રોકી દે છે અથવા તો તેની ઝડપ ધીમી કરી દે છે. જેથી કરીને તેમની માફક અન્ય કોઇ વાહનચાલક દુર્ઘટનાનો ભોગ બનીને મૃત્યુનો શિકાર ન બને. આવી ઘણી વાતો અહીંયા રહેતા લોકોના મોઢેથી સાંભળવામાં આવે છે જેમાં ઓમ બન્ના ની આત્મા એ તેમનો જીવ બચાવ્યો હોય. આજે આ સ્થળ દરેક આવતા-જતા ચાલકોને ગાડી ચલાવવા ના નિયમો નું પાલન કરવાની શીખ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here