ચેતક ની સાથે બજાજે માર્કેટમાં 13 વર્ષની લાંબો સમય સુધી રાહ જોયા બાદ ફરી એક વખત સ્કૂટર સેગમેન્ટમાં પરત ફર્યું છે. કંપનીએ બાઈક સેગમેન્ટમાં વધારે ધ્યાન આપવા માટે સ્કૂટર બનાવવાનું બંધ કરી દીધું હતું. બજાજ એ પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ રજૂ કર્યું હતું.
જ્યારથી આ સ્કૂટર સામે આવ્યું છે, લોકો તેને લઈને ખૂબ જ દિલચસ્પી બતાવી રહ્યા છે અને તેની ડીલેવરી અને બુકિંગ સાથે જોડાયેલ અપડેટ માટે બેચેન રહે છે. જો તમે પણ ચેતકના ફેન છો, તો આ તમારા માટે સારા સમાચાર છે કારણકે આ સ્કૂટર નું બુકિંગ ક્યારથી શરૂ થશે તે વાતની જાણકારી મળી ગઈ છે.
જાન્યુઆરીથી શરૂ થશે બુકિંગ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કંપની ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર નું બુકિંગ જાન્યુઆરી ૨૦૨૦ થી શરુ કરવા જઇ રહી છે અને ત્યારે તેની કિંમતનું પણ એલાન કરવામાં આવશે. બુકિંગની જાણકારી “ચેતક ઈલેક્ટ્રીક યાત્રા” પૂરી થવા પર સામે આવી હતી. બજાજ ચેતકને ભારતમાં KTM ના શોરૂમમાં વેચવામાં આવશે. ચેતક ઈલેક્ટ્રીક નું વેચાણ ચરણબધ્ધ રીતથી થશે અને તેને ડીલેવરી જાન્યુઆરી ૨૦૨૦ થી શરૂ થશે. વેચાણ માટે સ્કૂટર સૌથી પહેલા પુના અને પછી બેંગ્લોરમાં ઉપલબ્ધ થશે.
ઘર પર જ કરી શકાશે ચાર્જ
ચેતક ઈલેક્ટ્રીક માં lithium-ion battery આપવામાં આવશે. જેની મદદથી ઘર પર 5-15 amp ઈલેક્ટ્રીક આઉટલેટ થી ચાર્જ કરી શકાશે. બજાજ ચેતક ઈલેક્ટ્રીક કંપનીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ચેતક ની સાથે બધા જ માર્કેટમાં ૧૩ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીથી એક વખત સ્કૂટર સેગમેન્ટમાં પરત ફરી રહ્યું છે. કંપનીએ બાઈક સેગમેન્ટ પર વધારે ધ્યાન આપવા માટે સ્કૂટર બનાવવાનું બંધ કર્યું હતું.
મળશે આ ફિચર્સ
નવા ચેતક ઈલેક્ટ્રીકમાં DLRs ની સાથે horsehoe-LED હેડલાઇટ મળશે. તેમાં બે રાઇટીંગ મોડ – ઇકો અને સ્પોર્ટ મળશે, જે ક્રમશઃ ૯૫ કિલોમીટર અને ૮૫ કિલોમીટરની રેન્જ આપશે. બજાજ ચેતક માં એકદમ નવું ઈન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ પણ મળશે, જે બ્રેકિંગ હિતને એનર્જીમાં બદલીને સ્કૂટરની રેન્જ વધારશે.
સાથોસાથ તેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખૂબ જ સારો યુઝર એક્સપિરિયન્સ માટે ડેટા કોમ્યુનિકેશન, સિક્યોરિટી અને યુઝર ઓથેન્ટિકેશન પણ આપવામાં આવશે. તેની કિંમત વિશે વાત કરીએ તો બજાજ ચેતક ઈલેક્ટ્રીકને ૯૦ હજારથી ૧ લાખ રૂપિયા ની રેન્જમાં લોન્ચ કરી શકે છે.