અમદાવાદ : પ્રદર્શનકરીઓએ ઈંટ મારીને માથું ફોડી નાંખ્યું છતાં માથામાં રૂમાલ બાંધી ફરજમાં અડીખમ રહ્યા ACP રાજપાલસિંહ રાણા

0
1055
views

નાગરિકતા સંશોધન કાનૂન (CAA) ના વિરોધમાં દેશભરના ઘણા શહેરમાં હિંસક પ્રદર્શનની ખબરો સામે આવી રહી છે. પોલીસ અને પ્રદર્શનકારીઓના ટકરાવને લીધે મેંગ્લોરમાં ૨ અને લખનઉમાં એક પ્રદર્શનકારીની મોત થઈ ચૂકી છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં શાહઆલમ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ દ્વારા હિંસા કરવામાં આવી હતી. પોલીસવાળા પર આ ટોળું જાનવરોની જેમ તૂટી પડયું હતું. આ હુમલામાં ડીસીપી, એસીપી અને ઘણા ઇન્સ્પેક્ટરો સહિત ૧૯ પોલીસવાળા જખમી થયા હતા. ઉપદ્રવી ટોળાના હિંસાનો શિકાર એસીપી રાજપાલસિંહ પણ થયા હતા.

Image result for acp rajpalsinh rana

ટોળાએ ઈંટ અને પથ્થરોથી હુમલો કરીને રાજપાલ સિંહનું માથું ફોડી નાખ્યું હતું. છતાં પણ રાજપાલસિંહ પોતાની ડ્યુટી પર અડીખમ રહ્યા હતા.

સોશિયલ મીડિયામાં રાજપાલ સિંહની આ તસવીર શેર કરવામાં આવી રહી છે અને લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છે.

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ખૂબ હિંસા બતાવી હતી.

ઉગ્ર થયેલું ટોળું પોલીસ ઉપર પથ્થર અને તલવાર લઈને તૂટી પડયું હતું.

પોલીસવાળાઓ આ ટોળાની સામે ખૂબ જ અસહાય નજર આવ્યા હતા.

બસમાં ચડવાની કોશિશ કરી રહેલ એક પોલીસકર્મી પડી ગયો હતો તો ટોળાએ તેને બેરહમીથી માર માર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયેલ છે.

હિંસક બનેલા ટોળામાં અમુક યુવાનો એવા પણ જોવા મળ્યા જેવો પોલીસ વાળાને આ ઉપદ્રવથી બચાવી રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ યુવાનો પણ સીએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શ નનો હિસ્સો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here