અબકી બાર ચાંદ કે પાર, ચંદ્ર પર ભારતનું ઐતિહાસિક ડગલું, આજે બપોરે ૨:૪૩ વાગે લોન્ચ થશે ચન્દ્રયાન-2

0
157
views

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુકેલ છે. ઇસરોના અધ્યક્ષ કે.સિવન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે રવિવાર સાંજ ના 6:43 વાગ્યાથી ચંદ્રયાન-2 લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ દરમ્યાન રોકેટ અને અંતરિક્ષ યાન પ્રણાલીની તપાસ કરવામાં આવી રહી છે અને રોકેટના એન્જિનને શક્તિ પ્રદાન કરવા માટે ઈંધણ ભરવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-૨ આજે બપોરે 2 વાગ્યા અને 43 મિનિટ પર લોન્ચ થશે.

ઈસરો આજે ચંદ્રયાન-2 ને અંતરિક્ષમાં ચંદ્ર પર મોકલવા માટે પૂરી રીતે તૈયાર છે. ઈસરોના ચીફ કે. સિવને રવિવારે આ વાતની જાણકારી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ પ્રક્ષેપણ ને લઈને ઇસરો દ્વારા બધી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પહેલા લોન્ચિંગ સમયે જે પણ તકનિકી ખરાબીઓ સામે આવી હતી તેને હવે દૂર કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ચંદ્રયાન-૨ ને લઈને જીએસએલવી-એમકે-3 રોકેટ 15 જુલાઈના બપોરના સમયે ઉડાન ભરવાનું હતું પરંતુ તકનીકી ખરાબીને કારણે રોકેટ લોન્ચ કરવાના એક કલાક પહેલા જ આ ઉડાનને સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ ટ્વીટ કર્યું હતું કે, “તકનીકી ખરાબીને કારણે 15 જુલાઇ, 2019 ના રોકવામાં આવેલ ચંદ્રયાન-૨નું પ્રક્ષેપણ આવે ભારતીય સમય અનુસાર 22 જુલાઇ, 2019 ના બપોરના 2 વાગ્યાને 30 મિનિટે નક્કી કરવામાં આવેલ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here