લોકોમાં સ્માર્ટફોન નો ઉપયોગ વધારે હોવાથી તેની જરૂરત પણ વધી ગઈ છે. આજે આપણે મોટાભાગનું કામ સ્માર્ટફોન ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં આસાની થી પુરું કરી લઈએ છીએ. જ્યારે સ્માર્ટફોન ની જરૂર દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે તેની બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ વધી રહી છે.
મોબાઈલ ફોનની બેટરી કયારેક ટેકનિકલી ખામીના કારણે તો ક્યારેક યુઝર્સ ની લાપરવાહી ના કારણે પણ બેટરી બ્લાસ્ટ થતી હોય છે. આ જોતા આપણે અમુક બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી હોય છે કે જેના લીધે મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવાની ઘટનામાંથી આપણે બચી શકાય. તો ચાલો જાણીએ એવી થોડી સાવધાની વિશે.
સ્માર્ટફોન ને ચાર્જ કરવા માટે હંમેશા ઓરિજિનલ ચાર્જર નો ઉપયોગ કરવો. જો તમારું ચાર જ ખરાબ થઈ ગયું છે અથવા તો ખોવાઈ ગયું છે તો પણ તે કંપની નું ઓરીજનલ ચાર્જર જ ખરીદો. ધ્યાન રાખો કે પૈસા બચાવવા માટે સસ્તા ચાર્જર નો ઉપયોગ ના કરવો.
જો તમારા ફોનની બેટરી બદલવાની હોય તો કંપનીના સર્વિસ સેન્ટરમાં જ ફોનની બેટરી લગાવવી જોઈએ. ક્યારેય બીજી કોઈપણ જગ્યાએ સસ્તી બેટરી લગાવવી ના જોઈએ.
મોબાઈલ ફોનની બેટરી બ્લાસ્ટ થવાની ઘટના વધારે પડતી ત્યારે થાય છે જ્યારે ફોનને પુરી રાત ચાર્જ માટે મૂકવામાં આવે છે. ફોનને પુરી રાત ચાર્જ કરવા મૂકવાથી ફોનની બેટરીની લાઇફ તો ઓછી થાય જ છે સાથે સાથે બેટરી વધારે પડતી ગરમ થવાના લીધે બ્લાસ્ટ થવાની પણ શક્યતા વધી જાય છે.
ઘણીવાર આપણે જોઈએ છીએ કે ફોનનો સતત ઉપયોગ કરવાથી મોબાઈલ ગરમ થઇ જતો હોય છે. આવા સમયમાં મોબાઈલ ફોનને થોડા સમય માટે નોર્મલ થવા દેવો જોઈએ. જો તમારો ફોન ગરમ થઈ ગયો છે તો વધારે તેનો ઉપયોગ ના કરવો જોઈએ અને આ સમયમાં તેને ચાર્જ કરવા માટે પણ મૂકવો ના જોઈએ.
ઘણીવાર આપણે ફોનને ચાર્જ કરવા માટે પાવર બેંક નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ સસ્તી પાવર બેંક નો ઉપયોગ કરવાથી પણ ફોન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. જો આપ કોઈ કામના કારણે હંમેશા ટ્રાવેલિંગ કરી રહ્યા છો અને જો તમે તમારો ફોન પાવર બેંક થીજ ચાર્જ કરવા માગતા હોય તો હંમેશા બ્રાન્ડેડ કંપનીની પાવર બેંક નો જ ઉપયોગ કરવો.
આટલી સાવધાની રાખવાથી તમારા ફોનની બેટરી બ્લાસ્ટ થવાની શક્યતા ખુબ જ ઓછી થઈ જશે.