આશા છે કે પોતાના સંતાનને પ્રેમ કરતાં દરેક માતા-પિતા આ જરૂરથી વાંચશે

0
716
views

આધુનિક થતા જતા યુગમાં દરેક માતા-પિતા પોતાના બાળકને વેસ્ટર્ન કલ્ચર તરફ લઈ જઈ રહ્યું છે. બાળકો પણ વેસ્ટન કલ્ચરથી આકર્ષિત થઈ રહ્યા છે પરંતુ તેને તે તરફ જવાનો રસ્તો પણ આપણે જ બતાવેલો છે. આગળ જતા વેસ્ટન કલ્ચરથી ઉભી થતી પરેશાનીઓનો સામનો પણ માતા-પિતા જ કરવો પડે છે. જેથી કરી જો અત્યારે જ આપણે દરેક માતા-પિતા આ વાતને સમજી જઈએ તો ભવિષ્યમાં આવતી પરેશાનીઓથી જરૂર બચી શકાય છે.

બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અંગ્રેજીમાં વાતો કરતા જરૂરથી શીખવો. બર્થડે તથા મેરેજ એનિવર્સરી જેવા વેસ્ટર્ન કલ્ચરના પ્રસંગો ઉજવતા જોઈને જરૂરથી રાજી થાઓ. પોતાની માતાને “મમ્માં” અને પિતાને “ડેડા” કહેતા પણ શીખવો. જ્યારે આજ ઇંગ્લિશ કલ્ચરથી તમારું બાળક મોટું થઈને તમને સમયના આપે, તમારી લાગણીઓને ના સમજે, તમને તુચ્છ સમજી ને હડધૂત કરે અથવા તો તમને તમારા બાળકમાં તમારા કોઈ સંસ્કારોના દર્શન ન થાય ત્યારે ઘરનું વાતાવરણ જરા પણ ગમગીન કર્યા વગર અથવા તો બાળકને દોષ આપ્યા વગર ગામના કોઈ બગીચામાં જઈને રડી લેવું. કારણ કે આ બધી બાબતો માટે જવાબદાર આપણે પોતે જ છીએ.

  • બાળકના પહેલા જન્મદિવસ પર હવન કુંડમાં આહુતિ કેવી રીતે આપવી તેના બદલે કેક કેમ કાપી તે શીખવનાર આપણે.
  • ધાર્મિક મંત્ર શું છે અને તેનો પ્રભાવ કેવો છે, પૂજા પાઠ ના સંસ્કાર આપવાને બદલે બાળકને કડકડાટ અંગ્રેજી બોલતા સાંભળીને રાજી થતા આપણે.
  • બાળક પહેલી વાર બહાર જાય ત્યારે “જય શ્રી કૃષ્ણ” ને બદલે “બાય બાય” કહેતા શીખવનાર પણ આપણે.
  • બાળક કોઈ પરીક્ષા આપવા માટે જાય ત્યારે વડીલોના પગે લાગીને આશીર્વાદ લેવાને બદલે “બેસ્ટ ઓફ લક” કહીને સ્કૂલે મોકલનાર પણ આપણે.
  • બાળક પરીક્ષામાં પાસ થઈને આવે ત્યારે ઘરમાં બેસીને લાપસી પીરસવા ને બદલે હોટલમાં કચરો ખાવા મોકલનાર પણ આપણે.

  • આપણું આ જ બાળક મોટું થઈને જ્યારે લગ્ન કરે ત્યારે કુળદેવતા કે કુળદેવીની ના દર્શન માટે મોકલવાને બદલે હનીમૂન કરવા ફોરેન ની ટિકિટ હાથમાં આપવા વાળા પણ આપણે.

આજના બાળકોને આ વેસ્ટર્ન કલ્ચર છે જેમાં પગે લાગવામાં શરમ આવે છે તો તેમાં વાંક કોનો? અંગ્રેજી એક ભાષા છે તેને શીખવાની હોય, જીવનમાં ઉતારવાની ના હોય. આપણે ભારતમાં રહીએ છીએ, ફોરેનમાં નથી રહેતા એ જરૂરથી યાદ રાખવું. અંગ્રેજી ભાષા કામની ભાષા છે માટે તેને કામવાળી બનાવાય, ઘરવાળી ના બનાવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here