વ્યક્તિને હંમેશા બીજાની થાળીમાં પીરસવામાં આવેલ વસ્તુ વધારે સારી લાગે છે. આ કહેવત તમે લોકોએ જરૂર સાંભળેલી હશે. તેનો મતલબ છે કે આપણી પાસે જે કંઈ પણ છે તે હંમેશા આપણને ઓછું લાગે છે અને જે અન્ય લોકો પાસે છે તે આપણને વધારે સારું લાગે છે. આ માણસનો સ્વભાવ જ છે. બસ આ જ નિયમ પતિઓને પણ લાગુ પડે છે. જ્યારે તેઓના લગ્ન થાય છે ત્યારે તેમને પોતાની થનાર પત્ની સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે. તે તેને મેળવવા માટે ઉત્સુક રહે છે. જોકે લગ્ન થઈ ગયા બાદ પત્ની પ્રત્યે તેઓનો ઇન્ટરેસ્ટ સતત ઓછો થતો જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેને પોતાની પત્ની ફિક્કી દાળ જેવી અને પાડોશીની પત્ની રસમલાઈ જેવી લાગવા લાગે છે.
હકીકતમાં આપણી પાસે જે વસ્તુ નથી હોતી તેને મેળવવાની આપણને હંમેશા લાલસા રહે છે. જે આપણી પાસે જ છે તેની કદર આપણે કરતા નથી. આ એક સામાન્ય મનુષ્યનો સ્વભાવ છે. જેનું એક સામાન્ય કારણ એ જ પણ છે કે તે પોતાની પત્નીને દરરોજ જોઈને કંટાળી ચુક્યા હોય છે. તેને જીવનમાં કંઈક નવું નથી મળતું. આ નવા એડવેન્ચરની તલાશમાં તે જ્યાં ત્યાં મોઢું મારતો ફરે છે. જોકે આવી સ્થિતિમાં પત્નીએ પોતાનો લૂક ચેન્જ કરી અથવા તો નવી નવી રોમેંટિક ટ્રાય કરીને પતિની આ આદતને સુધારી શકાય છે.
એક સૌથી મોટું કારણ એ પણ હોય છે કે પત્ની વધારે પડતી ઝઘડાળુ સ્વભાવની હોય છે. પત્ની આ રોજ-રોજની કચ-કચ સાંભળીને પતિ થાકી જાય છે. તેવામાં તેને અન્ય મહિલા માં સારી બાબતો અને પોતાની પત્નીમાં ખરાબ બાબતો નજર આવવા લાગે છે. આ એક માનસિક પ્રોસેસ છે. જેના કારણે પતિ પોતાની પત્નીને ઓછો પ્રેમ અને અન્યને વધારે પ્રેમ કરવા લાગે છે. સામાન્ય વાત છે કે જ્યારે તમારો પાડોશી તમારી સાથે વાત કરે છે તો તે પ્રેમથી જ વાત કરશે. હવે પુરુષો આ વાતને થોડું વધારે હૃદય સાથે લગાવી લે છે અને પાડોશી ને પોતાનું હૃદય આપી બેસે છે. વળી તેઓ એ વાત નથી જાણતા હોતા કે તેમની પાડોશી પણ પોતાના પતિ સાથે કદાચ તેઓ જ વ્યવહાર કરે છે જેવો તેમના ઘરમાં તેમની પત્ની કરે છે.
તો મિત્રો આ અમુક કારણો હતા જેના લીધે પતિ પોતાની પત્નીને છોડીને પાડોશી ઉપર ધ્યાન વધારે આપે છે. જો તમે પોતાના પતિની આ બાબતોને સુધારવા માંગો છો તો ઉપર જણાવવામાં આવેલ કારણોનું અવલોકન કરો અને તેનું યોગ્ય સમાધાન શોધો. ક્યાંક એવું ના બને કે તમારો પતિ તમારા હાથમાંથી નીકળી જાય અને કોઈ અયોગ્ય કામ કરી બેસે. તેને તમારી લાગણી સમજાવો. તેનું સારી રીતે ધ્યાન રાખો તથા સમજણ પૂર્વક વર્તન કરો.
તેને તે બધું જ આપો જેની તે તમારી પાસેથી ઈચ્છા રાખી રહ્યો છે. સમય સમય પર પોતાના લુક અને દેખાવમાં થોડો બદલાવ કરતા રહો. સમય સાથે થોડા મોર્ડન બની જાઓ. સારા કપડાં પહેરો. થોડી રોમેન્ટિક વાતો અને વ્યવહાર કરો. પછી તમને તમારા પતિના વ્યવહારમાં જરૂરથી ફરક જણાશે અને તમને એ હંમેશા માટે વફાદાર રહેશે. યાદ રાખજો કે પુરુષોને પોતાની લાઈફ માં કંઇક ને કંઇક નવું જોઈતું હોય છે એટલા માટે પોતાને અપડેટ કરતા રહો. જીમ જવું, ફીટ રહેવું અને યોગ્ય ડાયટ લેવાનું ન ભૂલવું.