19 નવેમ્બરના રોજ સમગ્ર દુનિયામાં ટોઇલેટ ડે મનાવવામાં આવે છે. ભારતમાં ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાનના સમગ્ર વિશ્વમાં વખાણ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં અને પોતાના ઓફિસ અથવા તો મોલમાં બનેલા પબ્લિક ટોયલેટ નો તમે ઉપયોગ જરૂર કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે ટોઇલેટના દરવાજા નીચેથી ટુંકા અને ખૂલેલા શા માટે હોય છે? તો ચાલો અમે તમને જણાવીએ તેના પાછળનું કારણ.
જ્યારે પણ આપણે સાર્વજનિક જગ્યાએ ટોયલેટનો દરવાજો જોઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ જરૂર ઉત્પન્ન થાય છે કે આ દરવાજો આટલો ટૂંકો શા માટે રાખવામાં આવે છે. પરંતુ તેની પાછળ પણ એક કારણ છુપાયેલું છે. સૌથી પહેલાં તો કારણ એ છે કે તેના લીધે સાફ-સફાઇ કરવામાં સરળતા રહે છે.
- સાર્વજનિક ટોયલેટ નો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે, એટલા માટે તે જલ્દી ગંદા થઈ જાય છે. તેવામાં નીચેનો દરવાજો ખુલે લો અને ટૂંકો હોવાથી ફ્લોરિંગ ને સાફ કરવામાં આસાની રહે છે. પરંતુ ફક્ત આ એક જ કારણ નથી જેના લીધે આ દરવાજા ટુંકા અને ખુલ્લા રાખવામાં આવે છે.
- ઘણીવાર અમુક લોકો પબ્લિક ટોઇલેટ માં સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવા લાગે છે. આવા લોકો પર લગામ લગાવવા માટે પણ આ દરવાજા ટૂંકા અને નીચેની બાજુથી થોડા ખુલ્લા રાખવામાં આવે છે. જેથી કરીને આવા લોકોને કેટલી પ્રાઈવેસી ના મળી શકે કે તેઓ આ પ્રકારના કામોમાં ઇનવોલ્વ થઈ શકે.
- બાથરૂમ ના દરવાજા ટુંકા હોવાને કારણે જો કોઈ બાળક અંદર લોક થઈ જાય છે તો તેને બહાર કાઢવામાં સુવિધા રહે છે.
- જો કોઈ વ્યક્તિ ક્યારેય બાથરૂમની અંદર બેભાન થઈ જાય છે તો આ ટૂંકા દરવાજા ને લીધે તેને બહાર કાઢી શકાય છે.
- ઘણીવાર અમુક લોકો પબ્લિક ટોયલેટ માં શરાબ અને સિગરેટ પીવા લાગે છે. દરવાજા ટુંકા હોવાને લીધે અંદર બેઠેલા વ્યક્તિની એક્ટિવિટી પર નજર રાખી શકાય છે.