દિવાળીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનો વિશેષ દિવસ માનવામાં આવે છે કે આ દિવસે લોકો માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને ધન ધાન્યની મનોકામના કરે છે. તંત્ર મંત્ર ને માનવાવાળા લોકો પણ આ દિવસે ઘણા ઉપાયો અને ટોટકા કરે છે સિદ્ધિની કામના માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. એવું જણાવવામાં આવી છે કે દીપાવલીના દિવસે અમુક સરળ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વિશેષ રૂપથી ધન્ય સંબંધિત જોડાયેલી દરેક સમસ્યાથી છુટકારો મળે છે.
આજે તમે દિવાળીના દિવસે કરવામાં આવતા અમુક સરળ ઉપાયો વિશે જણાવીશું. જે તમે કરો છો તેનાથી આર્થિક સમસ્યામાંથી જલ્દી છુટકારો મળશે અને આ ઉપાય કરીને ખુબ જ જલ્દી લાભ પ્રાપ્ત થશે. માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા બની રહેશે. દિવાળીના દિવસે કયા ઉપાયો કરવા થી ધન સંબંધિત સમસ્યા દૂર થશે તે જાણો આ આર્ટિક્લમાં.
- દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેની આવકમાં વૃદ્ધિ થાય પરંતુ કોઈને કોઈ સમસ્યાઓ તેની આવતી હોય છે. જો તમે પણ તમારી આવકમાં વૃદ્ધિ કરવા માગતા હોય તો આવી સ્થિતિમાં દિવાળીના દિવસે આખા અડદ, દહી અને સિંદૂર લઈને પીપળાના જળમાં રાખી દેવા અને ત્યાં એક દીવો પ્રગટાવો તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને દરેક સમસ્યા દૂર થાય છે.
- જો તમે સખત મહેનત કરીને પૈસા કમાવી રહ્યા છો. પરંતુ આમતેમ કામોમાં તમારા પૈસા ખર્ચ થઈ જાય છે અને ઇચ્છા ના હોય તે છતાં પણ પૈસા વ્યર્થ થઈ જાય છે. તો સામાન્ય ખર્ચ આથી બચવા માટે હત્થા જોડીમાં સિંદુર લગાવી અને પૈસા રહેતા હોય તે જગ્યા પર તેને રાખી દેવું તેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને ફાલતુ ખર્ચા બંધ થશે.
- જો તમારી ઈચ્છા હોય કે તમારી તિજોરી પૈસાથી ભરેલું રહે તો શેરડીની જળને લાલ કપડામાં લપેટી અને તેની ઉપર સિંદુર લગાવી અને લાલ ચંદન લગાવો અને તેની તિજોરીમાં રાખી દેવુ.
- જો તમે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય અને ધનમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરતા સમયે ગોમતી ચક્ર ને પૂજાની થાળીમાં રાખી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી.
- જેમ કે તમે દરેક લોક જાણો છો કે માતા લક્ષ્મીજી ની સવારી ઘુવડ છે. જો તમે દિવાળીની રાત્રે ઘુવડનો ફોટોની તસવીર તિજોરી પર લગાવો છો તો તેનાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે છે.
- આર્થિક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના પાન પર દીવો પ્રગટ કરવો અને તેને પાણીમાં પ્રવાહિત કરી દેવો.
- ધનના દુરુપયોગ થી બચવા માટે દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ કાળા તલ હાથમાં લઇ અને ઘરના દરેક સભ્ય એ પોતાના માથા ઉપર સાત વખત ફેરવી અને ફેંકી દેવા.
- જો તમારી ઈચ્છા હોય કે તમારા જીવનમાં ધનની સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય તો દિવાળીની સાંજના સમયે કોઈ એક વડના ઝાડની જટામાં ગાંઠ લગાવી લેવી અને ધન લાભ મળ્યા પછી આ ગાંઠ ને ખોલી દેવી.