આ તારીખ થી શરૂ થાય છે નવરાત્રી, જાણો કેવી રીતે કરવી માતાજીની પુજા

0
317
views

શારદીય નવરાત્રીની ખૂબ જ ધુમધામથી ઉજવવામાં આવે છે અને દર વર્ષે આ નવરાત્રી ઓક્ટોબર કે સપ્ટેમ્બર મહિના આવે છે. આ વર્ષે એટલે કે 2019 નો શારદીય નવરાત્રી 29 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહી છે, જે 7 ઓક્ટોબર પૂર્ણ થશે. નવરાત્રી નો તહેવાર હિન્દુ ધર્મ ધુમધામથી ઉજવવામાં આવે છે અને તે સમય દરમિયાન માતાજીના નવ રૂપની પૂજા કરવામાં આવે છે.

દર વર્ષે આવે છે ચાર નવરાત્રી

દર વર્ષે કુલ ચાર નવરાત્રિ આવે છે જેમાંથી બે ગુપ્ત હોય છે અને બે પ્રકટ નવરાત્રી હોય છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માંની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પૂજા રાતના સમયે કરવામાં આવે છે પૂજા સવારના સમયે કરવામાં આવે છે.

કઈ નવરાત્રી છે ગુપ્ત

માઘ માસ અને અષાઢ માસમાં આવતી નવરાત્રી ગુપ્તનવરાત્રિ છે જ્યારે કે ચૈત્ર માસ અને અશ્વિન માસમાં આવતી નવરાત્રી ને પ્રકટ નવરાત્રિના નામથી જાણવામાં આવે છે. શારદીય નવરાત્રિ એટલે કે અશ્વિની માસમાં આવતી નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ નવરાત્રિ દરમિયાન લોકો માની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને નવ દિવસ ધામધૂમથી માતાજીની પૂજા-અર્ચના કરે છે અને તે મૂર્તિની નદીમાં વિરાજિત કરે છે. આ નવરાત્રિ સમય દરમિયાન રોજ સવાર શામ વિશેષ પૂજા કરવામાં આવે છે.

કયા દિવસે ક્યાં માતાજીની કરવામાં આવે છે પૂજા

શારદીય નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, અને બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ચોથા દિવસે કુષ્માંડા પૂજા કરવામાં આવે છે. પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે કાત્યાયની અને સાતમા દિવસે કાલરાત્રી, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી ની પૂજા કરવામાં આવે છે.

શારદીય નવરાત્રિ દરમિયાન આ રીતે કરવી પૂજા

સાદીયા નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો પહેલા દિવસે અને છેલ્લા દિવસે નવરાત્રીનું વ્રત રાખે છે. જ્યારે ઘણા લોકો નવરાત્રી ના બધા દિવસે વ્રત કરે છે તેથી તમે ઈચ્છા હોય તો નવ દિવસ પણ વ્રત કરી શકો છો.

આ રીતે કરવી જોઈએ પૂજા

  • નવરાત્રિના પહેલા દિવસે નાહી ધોઈ ને ઘરમાં મંદિર માં માની ચોકી સ્થાપિત કરવી. આ ચોકી ઉપર લાલ રંગનું કપડું પાથરી દેવું અને પછી તે કપડા ઉપર માની મૂર્તિ રાખી દેવી.
  • મૂર્તિના સામે એક નારિયેળ અને કળશને સ્થાપિત કરવો.
  • ત્યારબાદ તમે ચોંકી ઉપર ચોખાની મદદથી સ્વસ્તિક બનાવી દેવું અને તેની પાસે એક ઘીનો દીવો કરી દેવો.

  • ઘીનો દીવો પ્રગટ કરીને તમે તમારી પૂજા ચાલુ કરો અને માતા ના નામ નો જાપ કરવો.
  • પૂજા કર્યા પછી આરતી કરવી.
  • આ રીતે દિવસમાં બે વખત પૂજા કરવી.
  • પૂજા પછી વ્રત રાખવાનું સંકલ્પ લેવો.
  • યાદ રાખવો કે માતાજીના સામે પ્રગટ કરેલો દિવો નવ દિવસ સુધી ચાલુ રાખવો.
  • ત્યારબાદ નવમા દિવસે કન્યાઓને ભોજન કરાવીને તમારું વ્રત ખોલવું.
  • કન્યાઓને તમે ભોજનમાં પૂરી, ખીર અને કાળા ચણા જરૂર આપવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here