માતા દુર્ગાની પૂજા કરવાથી જીવનના કોઈ પણ કષ્ટ દૂર કરી શકાય છે. માં દુર્ગાને સર્વ શક્તિશાળી માનવામાં આવે છે અને તેના આશીર્વાદથી તમામ પ્રકારની સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મહિષાસુરે દેવોને ત્રાસ આપવાનું શરૂ કર્યું ત્યારે માતા દુર્ગાનો જન્મ થયો હતો. મહિષાસૂરથી બચવા માટે દેવતાઓએ માતા દુર્ગાની પૂજા કરી હતી અને માતા દુર્ગા પૂજાથી પ્રસન્ન થઈ મહિષાસુરાથી દેવોની રક્ષા કરી હતી.
જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમારી ઇચ્છા પૂર્ણ થતી નથી. તો તમે માં દુર્ગાની પૂજા કરો. માં દુર્ગાની પૂજા કરવાથી તમારા દુ:ખોનો અંત આવશે. માતા દુર્ગાને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. માં દુર્ગા સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતાને પ્રસન્ન કરી શકાય છે.
માં દુર્ગાના મંત્ર
કોઈપણ પ્રકારના દુ:ખમાંથી બહાર નીકળવા માટે તમારે નીચે જણાવેલ મંત્રોનો જાપ કરવો જોઈએ. જો નવરાત્રી દરમિયાન આ મંત્રોનો પાઠ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. માતા દુર્ગાના મંત્ર ઇચ્છા પૂર્ણ કરવા સાથે સંકળાયેલ છે.
કર્યાની પૂર્તિ કરવા માટેના મંત્ર
- ॐ ह्रींग डुंग दुर्गायै नमः.
- “ॐ अंग ह्रींग क्लींग चामुण्डायै विच्चे”
- ”हे गौरी शंकरधंगी ! यथा तवं शंकरप्रिया, तथा मां कुरु कल्याणी ! कान्तकान्तम् सुदुर्लभं “
કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો મંત્ર
“सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥”
ધન મેળવવાનો મંત્ર
“दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो: स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।
दारिद्र्यदु:खभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदाऽऽर्द्रचित्ता॥”
આકર્ષણ માટે મંત્ર
“ॐ क्लींग ज्ञानिनामपि चेतांसि देवी भगवती ही सा, बलादाकृष्य मोहय महामाया प्रयच्छति ”
દુશ્મન નો નાશ કરવા નો મંત્ર
“शरणागतदीनार्तपरित्राणपरायणे। सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते॥”
શક્તિ અને ઉર્જા પ્રાપ્ત કરવા સાથે જોડાયેલ મંત્ર
सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि। गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते॥
સલામત જીવન સાથે સંકળાયેલ મંત્ર છે
शूलेन पाहि नो देवि पाहि खड्गेन चाम्बिके। घण्टास्वनेन न: पाहि चापज्यानि:स्वनेन च॥
સૌભાગ્ય મેળવવાનો મંત્ર
देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम्। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥
ડરનો નાશ કરવાનો મંત્ર છે
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते। भयेभ्याहि नो देवि दुर्गे देवि नमोऽस्तु ते॥
આ મંત્રનો જાપ આ રીતે કરો
ઉપર જણાવેલ મંત્રો ખૂબ જ શક્તિશાળી છે અને આ બધા મંત્રો મા દુર્ગા સાથે સંકળાયેલા છે. આ મંત્રનો જાપ કરવાથી માં દુર્ગા તમારા દુ:ખ દૂર કરે છે. તેથી તમારે આ મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ. તમારે સાંજે આ મંત્રોનો જાપ ઓછામાં ઓછા 101 વાર કરવો જોઈએ. આ મંત્ર નો જાપ તમે માં દુર્ગાની સામે બેસીને કરો. તમે આ મંત્રોનો જાપ માળા સાથે પણ કરી શકો છો. આ મંત્રોનો પાઠ કરતા પહેલાં તમારે તેમને યોગ્ય રીતે ઉચ્ચારવાનું શીખવું જોઈએ. કારણ કે ખોટા ઉચ્ચારથી તમને કોઈ ફાયદો થશે નહીં. આ મંત્રો વાંચતી વખતે તમારી સામે ઘીનો દીવો પણ પ્રગટાવો અને લાલા રંગ ના આસન પર બેસી ને જ આ મંત્ર વાંચો.