જોવા જઈએ તો સુખ અને દુઃખ જીવનમાં આવતું જ રહે છે. પરંતુ ઘણીવાર આ ચીજો તમારી રાશિ અને તેની સાથે જોડાયેલા ગ્રહોની સ્થિતિ પર નિર્ભર હોય છે. કેટલાક લોકો એટલા ભાગ્યશાળી હોય છે કે તેમને વગર પરિશ્રમ કે સમસ્યા વગર સુખની પ્રાપ્તિ થતી હોય છે અને અમુકના જીવનમાં સુખ ખુબ જ પરિશ્રમ બાદ આવે છે. આ સુખને મેળવવા માટે તેના પહેલા તેમની ઘણા બધા દુઃખ સહન કરવું પડે છે. તેવામાં અમે કહી શકીએ છીએ કે અમુક રાશિ ઉપર દુર્ભાગ્યના વાદળ ખૂબ જ મંડરાતા રહે છે. આ સ્થિતિમાં ધ્યાનમાં રાખીને આજે તમને અમુક એવી રાશિ વિશે જણાવીશું અને તેના ઉપાયથી પણ રૂબરૂ કરાવીશું.
મેષ
આ રાશિની કિસ્મત એવી હોય છે કે હાથમાં આવેલી કોઇપણ ચીજવસ્તુ તેની પાસેથી જતી રહે છે અને હંમેશા છેલ્લા સમય પર કિસ્મત તેને સાથ નથી આપતી. પહેલા તો તેમને લાગે છે કે તેમનું કામ બસ થવાનું જ છે અને તેને લઈને તે ખૂબ જ ખુશ થઇ જાય છે. જેવું કામ પૂર્ણ થવાનું હોય અને તેવી સ્થિતિમાં કોઇપણ સમસ્યા આવીને ઉભી રહે છે. તેમનું તે કાર્ય અધૂરું રહી જાય છે અને પછી ખૂબ જ લાંબા સમય સુધી તેમને રાહ જોવી પડે છે. ત્યારબાદ ખૂબ જ મહેનત કર્યા પછી જ તે કામ પૂર્ણ થાય છે અને તેમની સુખ મળે છે. જો તમે પણ આવી સમસ્યામાં હોય તો દર બુધવાર ના દિવસે ગણેશજીના નામના વ્રત કરવા અને તેમણે સવાર-સાંજ ઘીનો દીપક પ્રગટાવવો.
કર્ક
આ રાશિના જાતકોને સુખ સરળતાથી નથી મળતું. તેમનું નસીબ હંમેશા તેમની સાથે એવી રમત રમે છે કે તેમનું સુખ પણ દુખમાં પરિવર્તિત થઈ જાય છે અને તેમની સાથે સૌથી મોટી સમસ્યા એ રહે છે કે તેઓ લાંબા સમય સુધી ખુશ અને સુખી નથી રહી શકતા. તેમની એક સમસ્યા પૂરી નથી થતી અને બીજી ચાલુ થઈ જાય છે. જો તમારા ભાગ્યમાં પણ આવું થતું હોય તો તમે પ્રત્યેક સોમવારના દિવસે શિવજીને જળ ચઢાવવું અને તેમના નામનું વ્રત રાખવું અને તેમની અતિરિક્ત સવાર-સાજ તેમની પૂરા મનથી પૂજા કરવી.
તુલા
આ રાશિના લોકોને સુખ મેળવવા માટે ખૂબ જ લડાઈ કરવી પડે છે. તેમનો હક હંમેશા બીજો કોઈ લઈ લે છે અને તેનું એક કારણ આ પણ છે કે તેમના દુશ્મનોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. તેમને સારી રીતે જીવવા નથી દેતા. લોકો હંમેશા તેમનું કામ બગાડવાના પ્રયત્ન કરતાં રહે છે. જો તમે પણ આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય તો મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવવો અને તેમના નામનું વ્રત રાખવું. જો તમારા દુશ્મનો વધુ સક્રિય રહે છે તો ઘરમાં એકવાર સુંદરકાંડનો પાઠ પણ કરવો.