આ પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદીને બનાવશે ભારત માતાનું મંદિર, જાણો મંદિરની ખાસિયતો

0
1191
views

કાશ્મીરમાં ધારા 370 નાબૂદ થયા બાદ શિવપાલ યાદવ ની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી જમ્મુનાં કઠવાડામાં જમીન ખરીદીને ભારત માતાનું મંદિર બનાવશે. ન્યુઝ 18 સાથેની વાતચીતમાં પ્રસપા બૌધ્ધિક સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દિપક મિશ્રા એ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદીને ભારત માતાનું મંદિર નિર્માણ કરશે અને તેમણે કહ્યું કે જમ્મુના કઠવા જિલ્લામાં ભારત માતાનું આ મંદિર એક એકર જમીનમાં ફેલાયેલું હશે.

દીપક મિશ્રા કહે છે કે જમ્મુ કાશ્મીરનાં પ્રસપા ના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રસિંહ એ તેના નિર્માણની જવાબદારી આપી છે. સુરેન્દ્રસિંહ પુલવામાં થી પ્રસપા માટે ચૂંટણી લડી ચૂક્યા છે. મિશ્રાએ જણાવ્યું કે ૬ ઓગસ્ટ એ પોતે જમ્મુ જઈ રહ્યા છે પ્રસપાની બૌદ્ધિક સભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ એ કહ્યું કે સંઘના હાથમાં ભગવાન હોય છે અને તે ભારત માતા ના હાથમાં તિરંગા હશે.

તેલંગાના માં બનશે મંદિરની ડિઝાઇન

મિશ્રાજી નું કહેવું છે કે આ મંદિરની ડિઝાઇન તેલંગાના વાસ્તુકાર જમાલ દરવિશે તૈયાર કરેલ છે અને નિર્માણના નિર્માણની પુરી કાર્ય યોજના પણ તૈયાર થઈ ગઈ છે. આ ભારત માતા મંદિરની એક અલગ ખાસિયત હશે, મંદિરમાં દેવી-દેવતાઓની સાથે સ્વતંત્રતા આંદોલનમાં ભૂમિકા નિભાવવા વાળા દેશ મહાન ક્રાંતિકારીઓ ની મૂર્તિઓ અને ફોટા પણ લગાવવામાં આવશે.

વીર મહાપુરુષોના હશે ફોટા

તેમાં અમર શહીદ ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાખાન, ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ, વગેરે પ્રમુખ છે. દિપક મિશ્રાએ જણાવ્યું કે જ્યારે ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય હશે ત્યારે જમીનની રજીસ્ટ્રી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here