દાંતનો દુખાવો કોઈપણને થઈ શકે છે અને ઘણા લોકો દાંતના દુખાવાથી ખૂબ જ પરેશાન હોય છે. જો તમને પણ અચાનક દાંતનો દુખાવો થતો હોય તો નીચે જણાવેલા ઉપાયો અજમાવવા. આ ઉપાયોની મદદથી દાંતના દુખાવામાં આરામ મળશે અને ફરી તેમાં દુખાવો પણ નહીં થાય.
હિંગ
હિંગની મદદથી દાંતના દુખાવામાં રાહત મળી શકે છે. દાંત જો દુખાવો થતો હોય તો ચપટી હિંગ લઈ અને તેને પાણીમાં મિક્સ કરી અને પછી તેને રૂ ની મદદથી દુખાવાવાળા દાંત ઉપર રાખી દેવું અને દાંત ની આજુબાજુ હિંગનો પાણી લગાવી લેવું. ૧૦ મિનિટ સુધી તે રૂને દાંત પર રહેવા દેવું અને દસ મિનિટ પછી સાફ પાણીથી કોગળા કરી લેવા. દિવસમાં બે વખત આ ઉપાય કરવાથી તમને દાંતના દુખાવામાં એકદમ સારું થઇ જશે.
લવિંગ
લવિંગનો પ્રયોગ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. આયુર્વેદિકમાં ખૂબ જ ગુણકારી બતાવવામાં આવ્યું છે. તેના વિશે લખવામાં પણ આવ્યું છે કે તેના પ્રયોગથી બેક્ટેરિયા અને કિટાણુ સરળતાથી મળી જાય છે. તેથી જો તમને દાંતનો દુખાવો થતો હોય તો લવિંગને પાણીમાં ઘસી અને તેને દાંત ઉપર રાખી દેવું. આવું કરવાથી દાંતના દુખાવો તુરંત દૂર થઈ જશે અને તે ઉપરાંત તમારી ઈચ્છા હોય તો લવીંગના તેલને દાંત પર લગાવી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે લવિંગનું તેલ ખૂબ જ તેજ હોય છે તેથી વધુ માત્રામાં લવિંગના તેલને દાંત ઉપર લગાવવું નહીં. લવિંગને દાંત પર લગાવવાથી દુખાવો થોડીક જ મિનિટમાં ગાયબ થઈ જશે અને સાથે તમારા દાંતોના બેક્ટેરિયા પણ દૂર થઈ જશે.
ડુંગળી
ડુંગળીનો રસ ખૂબ જ અસરદાર હોય છે. તેને દાંત પર લગાવવાથી દુખાવો એકદમ દૂર થઈ જાય છે. તમે એક ડુંગળીને કાપી અને તેનો રસ નિકાળી લેવો અને પછી તેને રૂની મદદથી દુખાવાવાળા દાંત પર લગાવી લેવું. રસ સિવાય તમે ડુંગળીનો ટુકડો પણ દાંતની પાસે રાખી શકો છો. આ ઉપાય કરવાથી તમારા દાંતમાં રહેલો દુખાવામાં સરળતાથી આરામ મળી જશે અને તેની સાથે તમારા મોઢામાં રહેલા કીટાણુ પણ દૂર થઈ જશે.
લીમડો
લીમડાના પાનને ચાવવાથી દાંતનો દુખાવો દૂર થઈ જાય છે. જો તમારા દાંતમાં વારંવાર દુખાવો થતો હોય તો લીમડાનું એક પાન ચાવી લેવું કે પછી તે પાનનો રસ નીકાળીને રૂની મદદથી દાંત પર લગાવવો.
લસણ
ડુંગળીની જેમ લસણ પણ દાંતના દુખાવાને મીનીટમાં દુર કરે છે. લસણની અંદર એન્ટીબાયોટિક ગુણો હોય છે જે અનેક સમસ્યાને દૂર કરે છે. તેથી જ્યારે તમને દાંતમાં દુખાવો થતો હોય તો લસણને કાપી કે પછી તેને પીસી અને તમારા દુખાવાવાળા દાંત પર રાખી દેવો. આ ઉપાય કરવાથી તમને તમારા દુખાવામાં રાહત મળશે.