આપણું શરીર નિરોગી હોય તો આપણે પ્રફુલ્લિત મન સાથે રહી શકીએ છીએ અને દરેક પ્રકારની પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકીએ છીએ. પણ જો શરીર જ બિમારીઓથી ઘેરાયેલું હશે તો કોઈપણ જગ્યાએ મન લાગતું નથી. એટલે જ કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”. આજના સમયમાં ડાયાબિટીસનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી.
છતાં પણ લોકો એલોપેથિક દવાઓ અને આયુર્વેદિક દવાઓ થી ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આજે તમને અહીંયા ડાયાબિટીસ માટે એક સારો ઈલાજ બતાવી રહ્યા છીએ. જેને તમે સંકોચ વગર અજમાવી શકો છો અને તેની કોઈ આડઅસર પણ નથી. આ ઈલાજ માટે તમારે આંકડા ના પાન ની જરૂર પડશે જે તમને આજુબાજુમાંથી સહેલાઇથી મળી જશે.
સૌપ્રથમ આજુબાજુ માંથી કોઈ જગ્યાએથી સફેદ આકડાનું એક પાન લઇ આવો. જે રીતે તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે એ રીતે આપણા પાનને પગના તળિયે ઉંધુ બાંધવાનું રહેશે. ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે પાનનો ડીંટિયાનો ભાગ પગ ના અંગુઠા પાસે આવવો જોઈએ. દરરોજ રાત્રીના સુતા સમયે આઠ કલાક સુધી આ પાન બાંધવાનું રહેશે. પાન અને પગમાં બાંધીને મોજું પહેરી લેવું જેથી કરીને પાન પગમાંથી નીકળી ન શકે.
ત્યારબાદ સવારના ઉઠીને આ પાન ને પગ માંથી કાઢી નાખવું. આ પ્રયોગને ચાલીસ દિવસ સુધી કરવાનો રહેશે. આ સમયમાં ડાયાબિટીસની જે દવા લેવામાં આવતી હોય તે ચાલુ રાખવી. પ્રયોગ ચાલુ કર્યા બાદ 15 દિવસ પછી ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લેવો. પ્રયોગ બાદ 40 દિવસમાં ડાયાબીટીસ ઘટતા ઘટતા ખતમ થઇ જશે. એક અનુભવી જાણકાર એ આપેલી વિગતોના આધારે આ આર્ટિકલ તૈયાર કરવામાં આવેલ છે. છતાં પણ કોઈ જાણકાર વેદની દેખરેખ અને સલાહ પ્રમાણે આ પ્રયોગ કરવો.