અદભુત, અવિશ્વશનીય, અકલ્પનીય : આ મંદિરમાં ચોરી કરવાથી પુરી થાય છે દરેક ઈચ્છાઓ

0
228
views

આપણા દેશમાં એવા ઘણા મંદિર  છે જ્યાં ના નિયમ અજબ-ગજબ છે. અને કદાચ નિયમોના લીધે જ આ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે તમને એવા એક મંદિરના નિયમ વિશે જણાવીશું કે જે જાણવાથી તમે હેરાન થઈ જશો.

આપણે બધા જાણતા હોઈએ છીએ કે ચોરી કરવું પાપ છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ જણાવ્યું છે જે ચોરી કરવું પાપ છે અને આ બાપથી દરેકને બચવું જોઈએ. પરંતુ હિન્દુસ્તાનમાં એક એવું મંદિર છે કે જ્યાં ચોરી કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે જે કોઈપણ ભક્ત અહીં ચોરી કરે છે. તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

આ મંદિર ઉત્તરાખંડના રૂડકી જિલ્લાના ચુડીયાલા ગામમાં આવેલું છે. આ મંદિરને ચુડામણી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં આવતા ભક્ત પોતાની શ્રદ્ધા અનુસાર મંદિરમાં ચઢાવવા માટે નારિયેળ અને ફૂલ લઈને આવે છે. આ મંદિરમાં આવતા ભક્ત પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચોરી કરવા માટે આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ચોરી કરતા મ સજા નથી મળતી. પરંતુ તેમની મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરમાં ચોરી આસ્થાના નામ પર થાય છે. અહીં આવતા માણસો જણાવે છે કે ચોરી કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. જે દંપતિઓને સંતાન ના હોય તો આ મંદિરમાં આવીને માતાજીની મૂર્તિની બાજુમાં લડ્ડુ ને ચોરીને લઈ જાય છે. અને આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને તે દંપતી ફરી એકવાર પોતાના સંતાન સાથે આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. અને અહીં ભંડારા કરે છે. અને સાથે લાકડી પણ ચડાવે છે.

કહેવામાં આવે છે કે ભગવાન શિવ જે સમયે માતા સતીના મૃત શરીરને લઇને જતા હતા ત્યારે માતા શક્તિ નો ચુડો અહીં પર પડી ગયો હતો. ત્યાંના સ્થાનીય લોકો જણાવે છે કે આ મંદિરનું નિર્માણ લન્ઢોર રિયાસતના રાજાએ 1805માં કરાવ્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે.