૬૦ વર્ષની ઉંમર બાદ લોકો રિટાયર થઈ જાય છે અને આરામ થી પોતાનું જીવન પસાર કરે છે. પરંતુ તમિલનાડુના વાદીવેલમપાલયમમાં રહેતાં કમલનાથજીએ ૮૦ વર્ષની ઉંમર હોવા છતાં પણ પોતાનું કામ છોડ્યું નથી. આ ઉંમરમાં પણ તેઓ પોતાનું કામ પુરા જોશ સાથે કરે છે. કમલનાથજી પાછલાં ૩૦ વર્ષથી ઈડલી અને સંભાર વેચવાનું કામ કરી રહ્યા છે અને ૮૦ વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓએ પોતાનું કામ હજુ પણ શરૂ રાખ્યું છે. કમલનાથજીનો આ જુસ્સો યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે.
કમલનાથજી ઘણા વર્ષોથી ઈડલી અને સંભાર વેચી રહ્યા છે અને દરરોજ સવારે તે વહેલા ઊઠીને આ કામમાં લાગી જાય છે. કમલનાથજી સવારે વહેલા ઉઠીને પહેલા નહાય છે અને ત્યારબાદ પૂજાપાઠ કરે છે. પૂજાપાઠ કરી લીધા બાદ કમલનાથજી પોતાના દીકરા સાથે ખેતરમાં જઈને ત્યાંથી તાજા શાકભાજી લઈને આવે છે અને આ શાકભાજી જાતે કાપીને તેનો સંભાળ તૈયાર કરે છે. સાંભાર બનાવી લીધા બાદ કમલનાથજી ચટણી બનાવે છે અને ત્યારબાદ ઈડલી તૈયાર કરે છે.
૮૦ વર્ષીય કમલનાથજી ઈડલી અને સંભાર બનાવવા માટે કોઈપણ વ્યક્તિની મદદ લેતા નથી અને બધું જ કામ તે જાતે કરે છે. કમલનાથજી ના હાથની બનાવેલી અને સાંભાર ખૂબ જ પ્રસિદ્ધ છે અને દૂર દૂરથી લોકો તેને ખાવા માટે આવે છે. તેમના ઘરની બહાર સવાર થતાંની સાથે જ ઈડલી અને સંભાર ખાવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે.
કમલનાથજી ઈડલી અને સંભાર ફક્ત એક રૂપિયા માં વેચે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ ઈડલી અને સંભાર ની સાથે તેઓ તીખી ચટણી પણ આપે છે જે તેઓ પોતે જાતે પોતાના હાથે બનાવે છે. ફક્ત એક રૂપિયામાં વેચવામાં આવતી ઈડલી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને ખાવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે.
કમલનાથજીના જણાવ્યા અનુસાર કિલો ચોખા અને અડદની દાળને પીસીને તેઓ ઈડલી અને સંભાર બનાવે છે અને ફક્ત ચાર કલાકમાં સાંભાર, ઇડલી અને ચટણી બનાવીને તૈયાર કરી લે છે. ઈડલી અને સંભાર બનાવવા માટે કમલનાથજી રાતે ચોખા અને અડદની દાળને પીસી લે છે અને સવાર થતાંની સાથે ગરમ ઈડલી બનાવે છે. કમલનાથજીના જણાવ્યા અનુસાર દરરોજ તેઓ એક હજાર જેટલી બનાવીને વેચે છે અને બપોર સુધી ઇડલી વેચવાનું કાર્ય કરે છે. બપોર પછી કમલનાથજી આગળના દિવસ માટે ઈડલી અને સંભાર બનાવવાની તૈયારીમાં લાગી જાય છે.
કમલનાથજીનુ માનવું છે કે બજારમાં વેચાતો ખોરાક ખૂબ જ મોંઘો છે અને ગરીબ લોકો રોજના પ૧૫ થી ૨૦ રૂપિયાનો નાસ્તો નથી કરી શકતા. એટલા માટે તેઓ સસ્તી ઈડલી વેચે છે જેથી કરીને ગરીબ લોકો ઓછા પૈસામાં નાસ્તો કરી શકે અને તેમનું પેટ ભરાઈ શકે. ગમન નાથ જી નું કહેવું છે કે સસ્તો ખોરાક મળવાથી મજુર લોકો પૈસા એકઠા કરી શકે છે અને તેનાથી તેઓ પોતાના પરિવારની અન્ય જરૂરિયાતોને પૂરી પણ કરી શકે છે.
એક દિવસમાં એક હજાર જેટલી વેચીને કમલનાથજી ૨૦૦ રૂપિયા પ્રતિ દિવસ નફો કમાઈ લે છે. વળી ઈડલી સિવાય કમલનાથજી ઉઝૂતું બોંડા પણ વેચે છે અને તે તેને ૨.૫૦ રૂપિયા માં વેચે છે. કમલનાથજી ના જણાવ્યા અનુસાર પહેલા તે ૫૦ પૈસામાં એટલી વેચતા હતા. પરંતુ હવે તેઓ ૧ રૂપિયામાં ઈડલી વેચવાનું શરૂ કર્યું અને આવનારા દિવસોમાં પણ તેઓ ઈડલીને ૧ રૂપિયામાં જ વેચવા ઈચ્છે છે. જેથી ગરીબ લોકો સરળતાથી ઓછા પૈસામાં ઈડલી ખાઈ શકે.