આ ગાયનું દુધ પીવાથી દુર થઈ જાય છે બીમારીઓ, દરરોજ હજારો લોકોની લાઇન લાગે છે

0
249
views

ગાયનું દૂધ શરીર માટે ઉત્તમ કહેવામાં આવે છે અને ગાયનું દૂધ પીવાથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. ગાયનું દૂધ નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગાયનું દૂધ પીવાથી નાના બાળકોનો દિમાગ નો વિકાસ થાય છે. એમ તો ગાયનું દૂધ એક સમાન જ હોય છે પરંતુ આસામના રાજ્યમાં એક એવી અનોખી ગાય છે જેનો દૂધ પીવાથી અનેક રોગ મટી જાય છે અને આ ગાયનું દૂધ પીવાથી લોકો દૂર દૂરથી આવે છે.

દૂધ પીવા માટે લાગે છે લોકોની ભીડ

આ ગાય આસામ  રાજ્યમાં રહેવાવાળા ફઝલ અલી ના ઘરે છે ફર અલી પોતાના પરિવાર સાથે બરપેટા નાકલગછીયા ના ખીલી ગામમાં રહે છે. આ ગાયનું દૂધ પીવા માટે ફઝલ ના ઘરે દૂર-દૂરથી લોકો આવે છે અને આ ગાય ખૂબ જ ખાસ છે. લોકોના કહેવા અનુસાર આ ગાય વધુ દૂધ આપે છે અને રોજ આ ગાય ૧૩ લીટર દૂધ આપે છે. લોકોના કહેવા અનુસાર આ ગાય પહેલાથી ફઝર અલીના ઘરમાં છે જ્યારે તે સાત મહિનાની હતી ત્યારથી તે અઢી લિટર દૂધ આપતી હતી.

ગાય માંથી આવે છે ખુશ્બુ

ફઝર પોતાની આ ગાયને અનોખી માને છે કેમકે આ ગાય થી ખૂબ જ સારી ખુશ્બૂ આવે છે. અને એટલું જ નહીં તેનું કહેવું છે કે આ ગાયનો દૂધ પીવાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે. આ ગાયનું દૂધ પીવાથી પેરાલીસીસ, પેટનો દુખાવો, માથાનો દુખાવો અને પેટની બીમારી તરત જ દૂર થઈ જાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગાયનું દૂધ પીવાથી મનની ઇચ્છા પણ પૂર્ણ થાય છે અને આ જ કારણને લીધે લોકો દૂર દૂરથી આવે છે ઘણા લોકો આ ગાયને ગૌમાતા નો અવતાર પણ માને છે.

ફઝર અલી નું કહેવું છે કે આ ગાય રોજ 30 લીટર દૂધ આપે છે અને સાત મહિનાની ઉંમરથી તે દૂધ આપે છે. તેમનું એ પણ કહેવું છે કે તેમણે પહેલા વિચાર્યું હતું કે આ ગાયને તે પાંચ લાખમાં વહેંચી નાખે પરંતુ ત્યારબાદ ગાય એ ખાવા પીવાનું મુકી દીધું અને તેથી તેણે તે ગાયને ના વહેંચી. રોજ મારા ઘરે હજારો ભક્ત આ ગાયનું દૂધ પીવા માટે આવે છે અને દૂધ પિતાની સાથે અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. અને તેમનુ એ પણ કહેવું છે કે એક મહિલાએ હાલમાં આ ગાયનું દૂધ પીધું તો આ ગાયનું દૂધ પીવાથી તેની કમર નું દર્દ મિનિટોમાં દૂર થઈ ગયું. એક વ્યક્તિનું તો એવું કહેવું છે કે તેણે જેવું આ ગાયનું દૂધ પીધું તો તેની દરેક બીમારી દૂર થઈ ગઈ.

બધા કરે છે ગાયના દર્શન

બધા ગાયનું દૂધ પીવા ઉપરાંત તે ગાયના દર્શન પણ કરે છે અને તે ગાયને હાથ લગાવીને આશીર્વાદ પણ લે છે લોકોની આસ્થા એવી છે કે આ ગાયના દર્શન કરવા માત્રથી ગૌ માતાના દર્શન સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here