લગ્ન એક એવી વસ્તુ છે જે સમય દરેક વ્યક્તિ યાદગાર બનાવવાનું પસંદ કરે છે. પોતાના લગ્નમાં લોકો આંખો બંધ કરીને પૈસા ઉડાડે છે. એવું નથી કે ફક્ત ભારતમાં જ મોંઘા લગ્ન જોવા મળે છે. પરંતુ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે પોતાના લગ્નમાં ખૂબ જ ખર્ચ કર્યો છે. આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા લગ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લગ્નમાં થયેલ તમે ખર્ચ જાણીને આશ્ચર્ય પામી જશો.
પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના
બ્રિટિશની રોયલ ફેમિલીના સદસ્ય પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના ના લગ્ન ૧૯૮૧ માં થયા હતા. તે સમયમાં પણ આ કપલે પોતાના લગ્નમાં ભારે ભરખમ રકમ ખર્ચ કરી હતી. સૂત્રો અનુસાર આ લગ્નમાં લગભગ ૧૧૦ મિલિયન ડોલર એટલે કે ૭૯૦ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
વનિશા મિત્તલ અને અમિત ભાટીયા
વનિશા લંડનનાં સૌથી મોટા બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલની દીકરી છે. વનિશાએ વર્ષ ૨૦૦૪ માં અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પેરિસમાં થયા હતા. આ લગ્નમાં લક્ષ્મી મિત્તલે પાણીની જેમ પૈસા ખર્ચ કર્યા હતા. એક અનુમાનનાં આધારે લગ્નમાં અંદાજે ૬૬ મિલિયન ડોલર એટલે કે ૪૭૪ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
પ્રિન્સ વિલિયમ અને કેટ મિડિલટન
બ્રિટીશ રોયલ ફેમિલીના પ્રિન્સ અને કેટ નાં લગ્ન પણ ખૂબ જ આલીશાન થયા હતા. આ લગ્નને લોકો આજે પણ યાદ કરે છે. આ બન્નેના લગ્ન ૨૯ એપ્રિલ ૨૦૧૧ ના થયા હતા. આ લગ્નમાં ૩૪ મિલિયન ડોલર ખર્ચ થયો હતો. ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ ૨૪૪ કરોડ રૂપિયા થાય છે.
વેન રુની અને કોલીન
વેન રુની એક ફૂટબોલ પ્લેયર છે જ્યારે કોલીન એક ટીવી સેલિબ્રિટી છે. આ બંનેના લગ્ન વર્ષ ૨૦૦૮ માં થયા હતા. તેઓએ પોતાના લગ્નમાં ૮ મિલિયન ડોલર એટલે કે લગભગ ૫૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.
ચેલ્સી ક્લીંટન અને માર્ક મેજવિંસ્કી
ચેલ્સી એક અમેરિકી લેખક છે જ્યારે માર્ક એક ઈન્વેસ્ટર છે. આ બંને પોતાના ગ્રાન્ડ લગ્નમાં લગભગ ૫ મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં ૩૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.
લિજા મિનેલી અને ડેવિડ ગેટ
લિજા એક અમેરિકન સિંગર અને એક્ટ્રેસ છે જ્યારે ડેવિડ અમેરિકી ટીવી શોના પર્સનાલિટી અને પ્રોડ્યુસર છે. તેમના લગ્ન ૨૦૦૨ માં થયા હતા અને પછી ૨૦૦૭ માં છૂટાછેડા પણ થઇ ગયા હતા. તેઓએ પોતાના લગ્નમાં અંદાજે ૪.૨ મિલિયન ડોલર એટલે કે ૨૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.
એલિઝાબેથ ટેલર અને લેરી ફોર્ટેસકી
એલિઝાબેથ ટેલર એક એક્ટ્રેસ હતી જ્યારે લેરી કન્ટ્રક્શન વર્કર હતા. બંનેએ વર્ષ ૧૯૯૧ માં લગ્ન કર્યા હતા. ૧૯૯૬માં બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા. તેમના લગ્નમાં ૪ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૮ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
ઇશા અંબાણી અને આનંદ પિરામલ
ઇશા અંબાણી અને આનંદ પિરામલ ના લગ્ન ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ ના થયા હતા. આ લગ્ન ખૂબ જ વિશાળ હતા. તેમાં બોલીવુડ થી લઈને રાજકીય અગ્રણીઓ સામેલ થયા હતા. આ લગ્ન કોઈ મોટા ઇવેન્ટથી ઓછા ન હતા. મુકેશ અંબાણીએ આ લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાની લાડકી દીકરીના લગ્નમાં ૧૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ અંદાજે ૭૧૮ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.