ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની બેગ ના કારણે લાખો ગાયો અને અન્ય જાનવરોના ના મૃત્યુ થાય છે. જેનું કારણ અપ્રત્યક્ષ રૂપથી આપણે બધા જ હોય છે. અને કદાચ આ વાતથી આપણામાંથી મોટાભાગના લોકોને તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ મંગલોર ના અશ્વત હેગડે નામના વ્યક્તિએ તેનું એક સમાધાન શોધી કાઢેલ છે.
જો તમને કહેવામાં આવે કે નિયમિત રૂપે કામમાં આવતી પ્લાસ્ટિકની બેગ ને ખાઈ શકાય છે તો શું તમને માનવામાં આવશે? પરંતુ અશ્વતે આ વાતને સાચી સાબિત કરી બતાવેલ છે. તેઓએ પ્લાસ્ટિક બેગ ના વિકલ્પમાં ઓર્ગેનિક બેગ બનાવેલ છે. જેને ઉપયોગ કર્યા બાદ જાનવરો દ્વારા ખાઈ પણ શકાય છે. કારણકે આ બેગ પ્લાસ્ટિક પદાર્થ કઈ નહીં પરંતુ ૧૦૦% પ્રાકૃતિક પદાર્થોથી બનાવવામાં આવેલ છે. ખુદ અશ્વતે પણ પોતાની વાતને સાચી સાબિત કરવા માટે આ બેગ ને ખાઈ બતાવેલ હતી.
શરૂઆત
જ્યારે ચાર વર્ષ પહેલા મંગલોર નગરપાલિકાએ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે અશ્વતનાં દિમાગમાં એક એવી બેગ બનાવવાનો વિચાર આવ્યો જે સસ્તી પણ હોય અને જો તેને પશુ થાય તો તેમને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય અને સાથોસાથ તેને આસાનીથી નષ્ટ પણ કરી શકાય.
આ વીચાર બાદ અશ્વતે પોતાની ટીમ સાથે મળીને પ્રાકૃતિક પદાર્થ જેવા કે બટેટા, સાબુદાણા, મકાઈ અને અન્ય ચીજોના તેલનો પ્રયોગ કરીને કામ કરવાનું શરૂ કર્યું. સતત ચાર વર્ષની મહેનત અને ધગશ ના કારણે તેઓએ એક એવી થેલી બનાવી જે પ્લાસ્ટિક બેગ જેવી જ હતી પરંતુ તેમાં ૧% પણ પ્લાસ્ટિક ન હતું. જો આ બેગ અને ગરમ પાણીમાં રાખવામાં આવે તો ૧૫ સેકન્ડ ની અંદર તે આસાનીથી નષ્ટ થઈ જાય છે. જો કોઈ પશુ તેને ખાઈ લે છે તો તેને કોઈપણ પ્રકારની પરેશાની થતી નથી. આ બેગને ફેંકી દેવા પર ૧૮૦ દિવસ બાદ તે જાતે જ નષ્ટ થઇ જાય છે, જેથી પર્યાવરણને પણ બિલકુલ નુકસાન પહોંચતું નથી.
પ્લાસ્ટિક બેગ કરતા સસ્તી અને સારી
આ બેગની સૌથી સારી બાબત એ છે કે તે એકદમ પ્લાસ્ટિક બેગ જેવી જ લાગે છે તથા તેની માફક જ વજન ઉઠાવવાની ક્ષમતા પણ રાખે છે. ઉત્પાદન શરૂ થયા બાદ તેને બનાવવાનો ખર્ચ પ્લાસ્ટિક બેગ કરતાં પણ ઓછો રહેવાની સંભાવના છે. અશ્વતનાં આ કારનામાને કારણે કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ દ્વારા પણ આ બેગ ને મંજૂરી આપી દેવામાં આવેલ છે તથા કેન્દ્ર સરકારને લેબોરેટરીમાં પણ તેનું સફળ પરીક્ષણ થઈ ચુકેલ છે. જેનાથી માલુમ પડે છે કે આ બેગમાં પ્લાસ્ટિક બિલકુલ નથી.
અશ્વતે આટલું મોટું કાર્ય કર્યા બાદ પણ અટકેલ નથી પરંતુ તેમનો આગળનો લક્ષ્ય એવી મજબૂત બેગ બનાવવાનો છે જે ૨૫૦ થી ૧૦૦૦ કિલો સુધીનું વજન ઉપાડી શકાય. તેના માટે તે બેંગ્લોરમાં એક કારખાનું શરૂ કરવા જઈ રહ્યા છે.