આ ૬ ગુપ્ત રહસ્યોને જાણી લેશો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે

0
241
views

ધનવાન બનવા નું સપનું દરેક વ્યક્તિને હોય છે, પરંતુ અમુક જ લોકો પોતાના આ સપનાને પૂરું કરવા વિશે વિચારતા હોય છે. જો તમે પણ ધનવાન બનવા નું સપનું જોઇ રહ્યા છો અને હકીકતમાં તેને પૂરું કરવા માંગો છો તો નીચે બતાવેલ રહસ્યોનું સારી રીતે પાલન કરો. કારણ કે આ ચમત્કારિક રહસ્યોને જાણીને તમને ધનવાન બંને માંથી કોઈ નહી રોકી શકે.

ભગવાનનો આભાર વ્યક્ત કરો

લોકોને જ્યારે પણ કંઈ ઈચ્છા હોય છે ત્યારે તે ભગવાન પાસે જઈને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે અને ભગવાન લોકોની પ્રાર્થના સાંભળે પણ છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે પોતાની મનોકામના પૂરી થયા બાદ ભગવાન પાસે જઇને તેનો આભાર માનતા નથી, જે બિલકુલ અયોગ્ય છે. જ્યારે પણ તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી લો તો ભગવાન અને સંસારનો આભાર જરૂર વ્યક્ત કરવો.

રાતે પૈસા ગણીને સૂવું

દરરોજ રાતે પૈસા ગણીને સુવાને શુભ માનવામાં આવે છે, આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. એટલા માટે તમે પણ રાતે સૂતા પહેલા પૈસાના એક બંડલને ગણો અને પછી તેને કબાટ અથવા તિજોરીમાં રાખી દો. દરરોજ સૂતા પહેલા આ કામ જરૂર કરવું. સતત બે મહિના સુધી આવું કરવાથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગશે.

ઘરના વાસ્તુ શાસ્ત્ર પર ધ્યાન આપવું

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી તાકાત હોય છે અને ઘરના વાસ્તુ શાસ્ત્ર યોગ્ય હોવાને કારણે જીવનમાં ધન અને ખુશીઓની ક્યારે પણ કમી થતી નથી. અમીર બનવા માટે તિજોરી સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર પર ધ્યાન આપો અને સુનિશ્ચિત કરો કે તમારા ઘરમાં રહેલી તિજોરી વાસ્તુશાસ્ત્રના નિયમો નું પાલન કરે છે કે નહીં. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તમારી તિજોરી હંમેશા ઉત્તર દિશામાં હોવી જોઈએ. કારણ કે ધનના દેવતા કુબેરનો નિવાસ ઉત્તર દિશામાં હોય છે. તે સિવાય તમારી તિજોરી ની અંદર લક્ષ્મી માતાનો ફોટો જરૂર હોવો જોઇએ. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી તમને ધનવાન બનવાથી કોઈ નહી રોકી શકે.

નિસંકોચ વસ્તુ માંગો

પ્રકૃતિ અને ભગવાન પાસે તમે જે ઈચ્છો છો તે નિસંકોચ માંગો અને વિશ્વાસ રાખો કે ભગવાન તમને દરેક ચીજ જરૂર આપશે. મનમાં વિશ્વાસ રાખવાથી તમે જે ઈચ્છો છો તે બધું જ તમને મળશે. દરેક વસ્તુને મળવાનો એક સમય હોય છે અને તમે હંમેશા એ સમયની રાહ જુઓ. તમે જે ઈચ્છો છો તે ભગવાન અને પ્રકૃતિ પાસે નિસંકોચ માંગો અને વારંવાર પોતાની ઇચ્છાને ના બદલો. કારણ કે જ્યારે તમે પોતાની ઈચ્છાઓ બદલો છો તો તમારી ઈચ્છા પૂરી થવામાં સમય લાગી જાય છે.

ક્યારેય લક્ષ્મીનો અનાદર ન કરવો

ધનનો ક્યારેય પણ અનાદર ન કરો અને હંમેશા તેને સંભાળીને રાખો. પૈસા નીચે પડી ગયા બાદ તેને ઉઠાવીને સારી રીતે સાફ જરૂર કરો. વળી જ્યારે પણ ઘરમાં પૈસા આવે ત્યારે તેને સૌથી પહેલાં મંદિરમાં રાખો અને પછી તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં પૈસાની બરકત રહે છે.

પોતાને ધનવાન સમજો

લો ઓફ એટ્રેક્શન અનુસાર તમે જે વિચારો છો તમે બનો છો. જો તમારી વિચારશક્તિને કંઈક મોટું પ્રાપ્ત કરવાની છે તો તમે જીવનમાં કોઈ મોટી ચીજ પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે હંમેશાં પોતાની જાતને ધનવાન વ્યક્તિ જ સમજો અને પોતાનું જીવન એક ધનવાન વ્યક્તિની જેમ પસાર કરો. ક્યારે પણ પોતાની જાતને ગરીબ સમજવી નહીં. આવી રીતે પોતાને ગરીબ માનવાથી તમે હંમેશા ગરીબ જ રહેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here