કહ્યું છે કે દુઃખ વહેચવાથી હંમેશાં ઓછું થાય છે જેના લીધે લોકો પોતાના જીવનમાં આવતી પરેશાની અને દુઃખ દર્દ ગમે તે જોડે વહેંચે છે કેમ કે તેમનું મન હલકું થઇ જાય. પરંતુ એવા પણ માણસ હોય છે જે પોતાનું દુઃખ બીજાને કહેવા નથી માંગતા. એમાં પણ બે પ્રકારના માણસો હોય છે કે જે પોતાનું દુઃખ કહી અને બીજાને સમસ્યામાં નથી મુકવા માગતા.
તેથી તે પોતાના ખુશમિજાજ જ વ્યવહાર ની પાછળ પોતાનો દુઃખદર્દ છુપાવીને રાખે છે. અન્ય પ્રકારના માણસને પોતાના જીવનની વાત કોઈને કરવી પસંદ નથી પરંતુ હવે તે કઈ રીતે જાણી શકાય કે કઇ શ્રેણીના હોય છે તે માણસો. આ જાણવું અઘરું તો નથી પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણી શકાય છે કે કઇ રાશિના માણસો પોતાની હસી પાછળ દુઃખ છુપાવા સક્ષમ હોય છે.
કર્ક
આ રાશિ વાળા માણસો ક્યારે પણ પોતાનું દુઃખ કોઈ સાથે શેર નથી કરતા. અને તે વધુ ભાવુક પ્રવૃત્તિવાળા હોય છે. કહેવામાં આવે છે કે કર્ક રાશિવાળા માણસોના જીવનમાં ઘણી સમસ્યા આવે છે તો તે પહેલાથી જ તેનાથી બને તેટલું દૂર રહેવાના પ્રયત્નો કરે છે અને જરૂરતના સમયે જાતે તેનાથી ડિલ કરે છે તે કોઈને પણ પોતાની સમસ્યા અને દુઃખનો ભાગીદાર નથી બનાવતા.
કન્યા
કન્યા રાશિ વાળા માણસો દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહે છે ભલે તેમ જીવનમાં સૌથી વધારે પરેશાન કેમ ના હોય તે પોતાની સમજદારીથી ઉકેલ લાવે છે દુઃખ અને સુખ માટે હંમેશા હસતા રહે છે અને તેમના હસતા ચહેરા પાછળ દુઃખ કોઈ નથી સમજી શકતો તેમને જોઈને કોઈ પણ અંદાજો નથી લગાવી શકતું કે તે દુઃખી છે કે નહીં.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિ વાળા માણસો મજબૂત ઇચ્છાશક્તિ ના માલિક હોય છે. આવા માણસોને પોતાના ઉપર ખૂબ જ વધુ વિશ્વાસ હોય છે. અને પોતાના જીવનની મોટામાં મોટી સમજતે પોતાના ધૈર્યથી પૂર્ણ કરે છે. પરંતુ પોતાની સમસ્યા કોઈ ને નથી જણાવતા.
કુંભ
કુંભ રાશિ વાળા માણસો ખૂબ જ ગંભીર હોય છે. આ માણસો બીજાના દુઃખ ને મદદ કરવામાં તો વિશ્વાસ કરે છે પરંતુ તેમના થી બને એટલું તે બીજાને મદદ પણ કરે છે અને પોતાની દુઃખ સમસ્યા જાતે દૂર કરે છે. કહેવામાં આવે છે કે તેમના આજ સ્વભાવના લીધે સમસ્યા વધી જાય છે.