આપણે બધાએ ભૂત અને પ્રેત સાથે સંકળાયેલા કિસ્સા ટીવીમાં, કહાનીમાં કે બુક્સ માં સાંભળ્યા હોય છે અને આ વાતો સાંભળવામાં ખૂબ જ ગભરાવવા જેવી હોય છે. પરંતુ શું તમે આ વાતોને સાચે માનો છો. ઘણા લોકો આ વાતોમાં વિશ્વાસ કરે છે અને ઘણાને બક્વાસ લાગે છે. ઘણી વાતો એવી છે જે આત્મીય શક્તિનો અહેસાસ આપણને સમય સમય પર આવે છે. જેના વિશે આપણે નથી જાણતા.
શું છે તેનું સત્ય એ તમે હવે વિચારી રહ્યા હશો. કોઈપણ ભૂત-પ્રેતની તમે નથી જોયો તો તેના વિશે આજે તમને જણાવીશું. ભુત એટલે કે એક ભટકતી આત્મા જેમાં અમુક આત્માઓ સારી અને અમુક ખરાબ પણ હોય છે. એટલે જેમ કે તમે ભગવાનને જોઇ નથી શકતા ખાલી અહેસાસ કરી શકો છો તેવી રીતે આત્મા ને પણ મહેસુસ કરી શકાય છે. આજે તમને જણાવીશું તમારી આજુબાજુ થતી એવી ઘટનાઓ કે જેનાથી તમને ખબર પડશે કે તમારી આજુબાજુ કોઈ છે. આ છે તે ૧૦ સંકેતો જે કરાવે છે આત્મીય શક્તિનો અહેસાસ, જેનાથી તમને ખબર પડે કે “શ્શ્શ્શ” કોઈ છે.
બલ્બ નુ ચાલુ બંધ થવું
તમને ભલે સાંભળવામાં સામાન્ય લાગે પરંતુ આધ્યાત્મિક ગુરુ અને મનોવૈજ્ઞાનિકોનું માનવું છે આત્માઓનો ઈલેક્ટ્રીક પર નિયંત્રણ હોય છે. તેના વારંવાર ચાલુ થવા પર તમે સમજી શકો છો કે તમારી આજુબાજુ કોઈ છે. જે પોતાના હોવાનો અહેસાસ સંકેતો દ્વારા કરે છે. જો તમે આ વાત ઉપર વીશ્વાસ ના આવે તો એક પળ માટે તમારા મગજને શાંત કરી અને તમે પોતાની જાતને જ એક સવાલ પૂછો કે કોણ છે તું અને ત્યારબાદ જે સૌથી પહેલા ચહેરો તમારા સામે આવે તો સમજી લેવું કે તમારો જવાબ આજ છે.
ચાલુ ઘડિયાળ નું અમુક નિશ્ચિત સમય પર બંધ થઇ જવું
તમારી ઘડિયાળ માં નવા સેલ નાખેલા હોય તે છતાં પણ એ એક નિશ્ચિત સમય પર બંધ થઈ જાય તો યાદ કરવું કે આ સમય સાથે તમારી જીવનમાં શું જોડાયેલું છે. એ સમયમાં કોઈનું અકસ્માતથી મૃત્યુ થયું હોય આ સમયે તમને એ માણસને યાદ અપાવે છે. જે આ સમયે દુનિયામાં નથી તો સમજી જવું કે એ માણસની આત્મા તમને કંઈક કહેવા માગે છે.
અલગ જ પ્રકારની અવાજ અને સંગીતની ધૂન
જો તમે દરેક વખતે એક અલગ જ પ્રકારની અવાજ સાંભળવામાં આવતી હોય અને એ તમારું નામ લઇ રહ્યું હોય તો ત્યારે સમજી જવું કે કોઈ માણસ છે, જે આ દુનિયામાં નથી એ તમને બોલાવી રહ્યું છે. આવો અવાજ હંમેશા સારી આત્માઓ આપે છે. અને જો તમે કોઈપણ ગીત ગાયક એ વિચારી રહ્યા છો અને તે ગીત ટીવી કે રેડિયોમાં આવે તો એ તમને એ માણસ ની યાદ અપાવે છે. કે જે આ દુનિયામાં નથી તો સમજી જવું કે તેની આત્મા હજુ પણ તમારી આજુબાજુ છે.
રૂમના તાપમાનમાં અચાનક બદલાવ થવો
જો તમારા રૂમમાં અચાનક ઠંડી કે ગરમી વધી જાય તો એ તમારા શરીર પર પણ અસર કરે છે તો ત્યારે સમજી જવું કે તમારી બાજુમાં તમારા સિવાય બીજું કોઈ પણ છે.
સારી સુગંધ આવવી
જો તમે કોઇ સુમસાન જગ્યા પર ફરી રહ્યા છો અને તે સમય દરમિયાન તમને અચાનક કોઈ સારી સુગંધ આવે તો સમજી જવું કે તમારી આજુબાજુ કોઈ આત્મા છે અને તે જગ્યાઓમાં આત્માનો વાસ છે. તેથી તુરંત જ એ જગ્યા છોડી દેવી નહીંતર તમારી ઉપર ભારે મુસીબત આવી શકે છે.
પતંગિયાનું ઉડવું
પ્રાચીન માન્યતાઓ અનુસાર પતંગિયાનો સંબંધ એ પ્રાણીઓથી હોય છે જે મરી ચુક્યા છે અને પોતાનો નાનો રૂપ સરળતાથી એક શરીરમાંથી બીજા શરીરમાં જવા માટે સરળતાથી તૈયાર છે.
મરેલા માણસ નું મોઢું વારંવાર સપનામાં આવવું
ઘણીવાર મૃત્યુ પામેલા સંબંધીઓ નો ચહેરો વારંવાર સપનામાં આવતો હોય છે તો તેનો સંકેત એ છે કે એ તમને અમુક વાતો જણાવવા માંગે છે.
કારણ વગર પડછાયો દેખાવો
તમે ઘણીવાર એ વાત ઉપર વિચાર્યું હશે કે તમે કામ કરતા હોય અને તમારી બાજુમાં કોઈ અચાનક થી ગયું હોય તેવો અહેસાસ થવા લાગી અને જો તમે ત્રાંસી નજરથી જુઓ તો તમને કોઈ પડછાયો નજરમાં આવે અને સીધી રીતે જોવાથી કે અચાનક ગાયબ થઇ જાય તો આ એ સંકેત આપે છે કે કોઈ તમારી સાથે સંપર્ક કરવા માંગે છે.
બંધ કોમ્પ્યુટરનું પોતાની રીતે ચાલુ થઈ જવું
દિલ્હીના કડકકડુમા કોર્ટના કેસ વિશે તમે બધા જાણો છો જ્યારે એક રાતે અચાનક બધા કોમ્પ્યુટર પોતાની રીતે ચાલુ થઈ ગયા હતા અને તે બધા ઉપર ગૂગલ સર્ચ પણ કર્યું હતું અને તે જોઈને કોર્ટ ને થયું કે ત્યાં ભૂતોનો વાસ છે. જો તમને પણ એવી રીતે તમારા કોમ્પ્યુટરમાં એવા મેલ મળે કે જે તમે ક્યારે કર્યા જ ના હોય અને કોઈ એવા માણસ નો ફોટો જોવા મળે કે જે આ દુનિયામાં ના હોય તો આ એવો ઈશારો છે કે કોઈનું તમારી આજુબાજુ હોવું.
એકલા હોવ ત્યારે કોઈએ તમને ટચ કર્યો હોય તેવો અહેસાસ થવો
તમારી આજુબાજુ કોઈના હોય તે છતાં તમને એવો અહેસાસ થાય કે કોઈ તમને અડવાનો પ્રયત્ન કરે છે અને ઘણીવાર આ અહેસાસ અચાનક પગમાં જોર થી દુખાવા રૂપે થાય છે. તેનો મતલબ એ છે કે તમારું કોઈ નજીકનું તમારી આજુબાજુ જ છે જે આ દુનિયામાં નથી.