આચાર્ય ચાણક્યજી ખૂબ જ વિદ્વાન પુરુષ હતા. તેઓએ પોતાની નીતિઓમાં એવી વાતો જણાવેલી છે જે આજના સમયમાં બિલકુલ સત્ય થતી નજર આવે છે. ચાણક્યએ પોતાની નીતિઓના માધ્યમથી એક સાધારણ બાળકને મગધનો રાજા બનાવી દીધો હતો. જે બાળકને તેઓએ મગધનો રાજા બનાવ્યો તેનું નામ ચંદ્રગુપ્ત હતું. જે આગળ જઈને ચંદ્રગુપ્ત મૌર્યના નામથી વિખ્યાત થયો.
તેણે ચાણક્યનીતિ નામનું એક પુસ્તક લખ્યું હતું જેની અંદર એવી ઘણી વાતો જણાવવામાં આવેલી હતી જે આપણા જીવનને એક નવી દિશા આપે છે. તેમાં બતાવવામાં આવેલી વાતો આપણને જીવન જીવવાનું યોગ્ય માર્ગદર્શન કરાવે છે. આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ? આ બધી જ બાબતો નું સારી રીતે વર્ણન ચાણક્ય નીતિમાં મળી આવે છે.
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓથી ઓમાન કામચોર વ્યક્તિઓની અમુક આદતો વિશે જણાવ્યું છે. જો આવી આદતો કોઈ વ્યક્તિમાં નજર આવે છે તો તેને સૌથી મોટો કામચોર માનવામાં આવે છે. આજે અમે તમને આ વિષયમાં વિસ્તારપૂર્વક જાણકારી આપીશું.
- આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ મોટાભાગે એકલો સમય પસાર કરવાનું પસંદ કરે છે. જેનાથી તેને ખોટું કાર્ય અને ખરાબ હરકતો કરવા નો અવસર મળી જાય, આવી આદતો કામચોર વ્યક્તિઓની નિશાની હોય છે.
- આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જો કોઈ કામચોર વ્યક્તિ ઉપર કામનું ભારણ નાખવામાં આવે તો તે તેનાથી ગભરાવવા લાગે છે.
- જે વ્યક્તિ કામચોર હોય છે તે દરેક પ્રકારના કાર્યને કરવાનો વિચાર પોતાના મનમાં બનાવવા લાગે છે પરંતુ જીવનમાં કોઈ પણ કાર્ય નથી કરી શકતો.
- કામચોર વ્યક્તિ ક્યારેય પણ કોઈપણ રમતગમતમાં પોતાની રુચિ નથી દર્શાવતો. તે પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ક્યારેય વ્યાયામ અથવા તો યોગા નથી કરતો.
- આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ કામચોરી કરે છે તો તે એક હદ સુધી યોગ્ય છે પરંતુ જે વ્યક્તિ નકામો હોય છે તે હંમેશા કોઈ વ્યક્તિને બરબાદ કરી દે છે. કારણકે કામચોર વ્યક્તિ તો ફક્ત કામ કરવાથી ગભરાય છે અને કામ કરવા નથી માંગતા. પરંતુ જે વ્યક્તિ નકામો હોય છે તે કોઈ પણ કામ કરવા નથી માગતો.
- આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ કામચોર છે તો તેને કોઈ પણ કાર્ય જણાવવામાં આવે તો તે એક કાર્ય કરવા માટે “હા” માં જવાબ પણ નથી આપતો અને “ના” માં જવાબ પણ નથી આપતો. તે બસ વાતો સાંભળીને ચૂપચાપ બેસી રહે છે.
- કામચોર વ્યક્તિ હંમેશા એવું જ વિચારે છે કે તેને કોઇ પણ પ્રકારનું કામ ન કરવું પડે, જેના લીધે તે લોકોથી છુપાતો રહે છે.