૯ વર્ષ પહેલા આ ફિલ્મમાં થઈ હતી ભવિષ્યવાણી, કઈ રીતે કોરોનથી લોકો મરશે, હવે લોકો કરી રહ્યા છે ડાઉનલોડ

0
1477
views

કોરોના વાયરસ હવે દેશ સમક્ષ એક મોટો પડકાર બની રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧૮૦૦ થઈ ગઈ છે. તેમની વચ્ચે ઘણાં વિદેશી પણ છે. આ ખતરનાક વાયરસને કારણે આ દેશમાં ૪૫ લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, દેશમાં ઘણી જગ્યાએ તેના શંકાસ્પદ કેસ પણ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનામાં સૌથી વધુ પોઝિટિવ કેસ છે. દરમિયાન કોલકાતામાં પ્રથમ ચેપગ્રસ્ત દર્દી મળી આવ્યો છે. આ વ્યક્તિ લંડનથી ભારત આવ્યો હતો. કોરોના સાથે લડવા માટે સરકાર પણ કામ કરી રહી છે.

વળી, બીજી તરફ કોરોના વાઇરસનાં વધી રહેલ કિસ્સાઓ વચ્ચે ૯ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૧ માં રિલીઝ થયેલી હોલીવૂડ ફિલ્મ “કોંટાજીન”નું નામ વાયરલ થઈ રહ્યું છે. આ એક ફિલ્મ છે જેને હાલના સમયે સૌથી વધુ જોવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તેને ભારે ડાઉનલોડ પણ કરવામાં આવી રહી છે.

ફિલ્મમાં દર્શાવવામાં આવેલ છે વાયરસ

તમને જણાવી દઈએ કે સ્ટીવન સોડરબર્ગે ‘કોન્ટાગિન’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં તે બધુ જ દર્શાવવામાં આવ્યું છે જે હાલના સમયમાં બની રહ્યું છે. ફિલ્મમાં કોરોના જેવો વાયરસ બતાવવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આટલું જ નહીં, ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ વાયરસના ફેલાવાનું કારણ ડુક્કર અને ચમચીડિયાનું માંસ છે.

લોકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા જાગી

ફિલમમાં દર્શાવવામાં આવેલ છે કે એક હોટલમાં રસોઇયો સંક્રમિત માંસને સ્પર્શ કરી લે છે અને હાથ ધોવા વગર જ ખોરાક બનાવે છે. ત્યારબાદ સંક્રમણ ફેલાય છે અને ધીમે ધીમે આખું શહેર તેમાં આવી જાય છે. છેલ્લા ઘણા દિવસોથી ૯ વર્ષ પછી ફરીથી  આ હોલીવુડ ફિલ્મ “કોંટાજીન”ને લઈને દર્શકોમાં ફરીથી ઉત્સુકતા જાગી રહી છે અને લોકો તેને ડાઉનલોડ કરી રહ્યાં છે. વળી, કેટલાક લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ શોધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here