પાકિસ્તાન સીમા પર સતત ઉશ્કેરણીજનક ગતિવિધિઓ કરી રહ્યું છે. પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હવે પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિ બનાવવા માટે સીમાની આસપાસ પોતાની તોપ રેજિમેન્ટને SSG કમાન્ડો યુનિટની સાથે તૈનાત કરી દીધું છે. પાકિસ્તાનની આ હરકતોને જોઈને ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે અને સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેનાએ ૫ ઓગસ્ટ બાદ સીમાની નજીકના વિસ્તારોમાં પોતાની સેનાની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન કોઈ હલકી કરતુત કરી શકે છે અને સીમા પર તણાવ વધી શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને આ વર્ષે અત્યાર સુધીમાં ૨૪૭૨ થી વધારે વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે, જે પાછલા બે વર્ષોમાં સૌથી વધારે છે.
પાકિસ્તાની સેનાએ સીમા પર કરી SSG તૈનાત
પાકિસ્તાને LoC નજીક પોતાના ઉચ્ચ કક્ષાના સૈનિકો સિવાય SSG કમાન્ડોને પણ તૈનાત કર્યા છે. જાણકારી અનુસાર SSGની બે બટાલિયનોને તૈનાત કરવામાં આવેલ છે. જેમાં પ્રત્યેકમાં ૭૦૦ કમાન્ડો સામેલ છે.
તમને જણાવી દઈએ કે વિતેલા દિવસોમાં પાકિસ્તાની સેનાએ LoC પાર કરીને ભારતીય સેનાની ચોકી પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક જવાન શહીદ થઈ ગયો હતો. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાસે ૮૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે. તેમાંથી 30 થી વધારે પાયદળ સેનાનું યુનિટ સામેલ છે. જેમાં લગભગ 30 હજાર સૈનિકો સામેલ છે.
આ સિવાય ૨૫ મુજાહિદ બટાલિયનને તેના કરેલ છે. જેમાં લગભગ ૧૭ હજાર સૈનિક, બખ્તરબંધ (ટેન્ક) બટાલિયન સામેલ છે. જ્યારે એક વાયુ રક્ષા યુનિટ (એર ડિફેન્સ યુનિટ) કે જેમાં ૧૪૦૦ સૈનિક તૈનાત છે.
ગીલગીત બાલ્ટિસ્તાન સ્થિત સ્કર્દુ હવાઈ અડ્ડા પર પોતાના જેએફ-૧૭ યુદ્ધ વિમાનોને તૈનાત કરી દીધા છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનની આ હલકી હરકતોને જવાબ આપવા માટે ભારતીય સેના બાજ નજર રાખી રહેલ છે અને સીમા પર એલર્ટ મોડમાં રહેલ છે. ભારતીય જાસૂસી એજન્સીઓ પણ તેના પર નજર રાખી રહેલ છે અને સીમા પર થઇ રહેલ હલચલ પર નજર બનાવી રાખેલ છે.