ભારતમાં હવે અહિયાં બનશે ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે

0
183
views

સરયુ નદીના કિનારે પ્રભુ શ્રીરામની અત્યાર સુધીની વિશ્વની સૌથી મોટી ૨૫૧ મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાના પ્રોજેક્ટ માટેની જમીન ફાઇનલ થઇ ચૂકી છે. પ્રભુ શ્રીરામ ની પ્રતિમા અયોધ્યાના મીરાપુર માંઝા ગામના વિસ્તારમાં સ્થાપિત થશે, જ્યાં જમીનના અધિગ્રહણ માટે ડીએમ દ્વારા નોટિફિકેશન રાખવામાં આવેલ છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ૧૮૩ ઊંચી છે. જેમાં પર્યટકો માટે વ્યુંયિંગ ગેલેરી મુકવામાં આવેલ છે. પરંતુ પ્રભુ શ્રીરામની પ્રતિમામાં આવી કોઈ ગેલરી મુકવામાં આવશે નહીં તેવું બની શકે છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીરાપુર ગામના વિસ્તારની જમીન પર પ્રભુ શ્રીરામની વિશાળ પ્રતિમાની સ્થાપના માટે કામ શરૂ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. શાસન તરફથી નિર્દેશ મળ્યા બાદ હવે અહીંયા જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરયુ નદીના કિનારે આ પ્રતિમાને સ્થાપિત કરવાનું કામ જલ્દી શરુ કરવામાં આવશે.

વળી પ્રતિમાની સાથોસાથ અયોધ્યાના સમગ્ર વિકાસ માટે પણ યોજના તૈયાર હોવી જોઈએ. જેમાં ભગવાન શ્રી રામ પર આધારિત ડિજિટલ મ્યુઝિયમ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, લાઇબ્રેરી, પાર્કિંગ, ફૂડ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ વગેરેની સાથોસાથ પર્યટકોની મૂળભૂત સુવિધાઓ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાત પાસેથી લેવામાં આવશે સહયોગ

આ પ્રતિમાને લગાવવા માટે ગુજરાત પાસેથી તકનીકી સહાયતા તેમજ માર્ગદર્શન લેવામાં આવશે. જેના માટે ગુજરાત સરકારની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેના માટે રાજકીય નિર્માણ નિગમની અલગથી સ્થાપના પણ કરવામાં આવશે. સંબંધિત વિભાગો માંથી એક-એક નોડલ અધિકારી પણ તેના માટે નિયુક્ત કરવામાં આવશે.

વિશ્વની સૌથી ઊંચી હશે પ્રતિમા

ભગવાન શ્રી રામની મૂર્તિ વિશ્વમાં સૌથી ઊંચી હશે. અત્યાર સુધી ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉંચાઇ ૯૩ મીટર, મુંબઈમાં નિર્માણધીન ડૉ. આંબેડકરની પ્રતિમા ની ઊંચાઈ ૧૩૭.૨ મીટર અને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ૧૮૩ મીટર છે. વળી ચીનમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા ૨૦૮ મીટર, મુંબઈમાં નિર્માણધિન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ૨૧૨ મીટર ઊંચી છે. અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની પ્રતિમાની ઉંચાઈ ૨૫૧ મીટર પ્રસ્તાવિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here