તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને ઇ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે ૨૯ સપ્ટેમ્બર થી તેના બિગ બિલિયન ડે (The Big Billion Days) સેલ ની શરૂઆત કરી ચૂકી છે. આ સેલ ૪ ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ સેલ દરમ્યાન થોમસન ટીવી પર તેમજ બીજી અન્ય ઘણી પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
અમે તમને થોમસન ટીવી પર મળનાર ભારે ડિસ્કાઉન્ટ વિશે આગળ જણાવીશું. તો ચાલો તમને જણાવી દઈએ કે “બિગ બિલિયન ડે” પર ગ્રાહકોને મફત ડિલિવરી, બાય નાઉ પે પ્લાન, લિમિટેડ એડીશન, ડિસ્કાઉન્ટ ઓફર અને ૯૦% ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર આપવાનું વચન આપ્યું છે.
આ સિવાય આ સેલમાં આપને થોમસન ૩૨ ઇંચ ટીવી ફક્ત ૬૯૯૯/- રૂપિયામાં મળશે. થોમસન ૩૨ ઇંચનું આ ટીવી સેલ વિના ફ્લિપકાર્ટ પર ૮૯૯૯/- રૂપિયામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ડીવાઇસ ઝીરો ડોટ એ+ ગ્રેડ એચ ડી પેનલ સાથે આવશે. ટીવીમાં ૧૭૮ ડિગ્રી પહોળું વ્યુઇંગ એંગલ અને ૨૦ ડબલ્યુ સ્પીકર છે.
પાંચ દિવસના આ સેલ દરમ્યાન કંપની ૨૪ ઇંચ ની એચ ડી એલ ઇ ડી ટીવી ફક્ત ૫૯૯૯/- રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સાથે જ આ જ કંપનીનું ૪૩ ઇંચના 4k ટીવી ને ૨૬૯૯૯/- રૂપિયામાં તેમજ ૬૫ ઇંચ ના ટીવી ને ૫૫૯૯૯/- રૂપિયામાં મળી રહ્યું છે.
નોંધનીય છે કે આ સેલમાં સ્માર્ટફોન પર પણ મોટી છૂટ આપવામાં આવી રહી છે. આ સેલમાં 5000mah સ્માર્ટફોન વિવો ઝેડ૧ પ્રો પર સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વિવો ઝેડ૧ પ્રો સ્માર્ટફોન ને જુલાઈમાં ૧૪૯૯૦ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. જે આ સેલ દરમ્યાન ફક્ત ૧૨૯૯૦/- રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે આ કિંમત ફોનના ૪ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ વેરીએન્ટની છે.
આ સિવાય વાત કરીએ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો ની તો Oppo K1 સ્માર્ટફોન આ સેલ દરમ્યાન તમને ૮૦૦૦ રૂપિયાના ભારે ડિસ્કાઉન્ટ સાથે ફક્ત ૧૦૯૯૦/- રૂપિયામાં મળી રહ્યો છે. જેની લોન્ચિંગ કિંમત જ ૧૮૯૯૦ રૂપિયા હતી. સાથે જ આ સ્માર્ટફોન પર ૧૦૫૦૦ રૂપિયા નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.