દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જે અજબ ગજબ કારણોથી પ્રખ્યાત છે, જ્યાં લોકો જવાનું પસંદ કરે છે. એવી જ એક જગ્યા ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ ઓટેંગો પાસે નજીકના વિસ્તારમાં છે જે ૧૯૯૯ બાદ એકદમથી લોકોની નજરમાં આવી ગઈ હતી. તેનું મુખ્ય કારણ છે કે અહીંયા અસંખ્ય સ્ટાઇલિશ બ્રા જોવા મળી આવે છે. અહીંયા આવતી યુવતીઓ પોતાની નિશાનીના રૂપમાં બ્રા છોડીને ચાલી જાય છે. આજે તે દુનિયાની અમુક ખાસ જગ્યાઓમાં એક માનવામાં આવે છે. આ જગ્યા ના પ્રખ્યાત થવા પાછળની જે કહાની છે તે પણ ખૂબ જ મજેદાર અને અચંબિત કરનાર છે.
ન્યૂઝીલેન્ડમાં એક બ્રા ની દીવાલ છે જેને Cardona Bra Fence ના નામથી ઓળખવામાં આવે છે. તે ન્યૂઝીલેન્ડના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીંયા દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. Cardona Bra Fence એ જગ્યા છે જ્યાં તમને દરેક આકાર, સાઈઝ અને પેટર્ન ની બ્રા જરૂર મળી જશે. તેની કહાની પણ ખુબ જ રોચક છે.
રહસ્યમય છે કહાની
પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર સેન્ટ્રલ ઓટંગોમાં છે. તેનો ઈતિહાસ પણ ખૂબ જ વિચિત્ર છે. ઓટાંગોના કાર્ડોના વેલી ઉપર એક દિવાલ છે. ૧૯૯૯ માં એક દિવસ આસપાસ રહેતા લોકોને રહસ્યમય રૂપે દિવાલ પર ૪ બ્રા લટકતી જોવા મળી. જેના વિશે લોકોનું કહેવું હતું કે નજીકમાં એક પબ છે જ્યાં યુવતીઓ ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે આવી હતી અને ન્યૂ યર સેલિબ્રેશનને યાદગાર બનાવવા માટે નિશાની રૂપે પોતાની ૪ બ્રા અહીંયા છોડી ગઈ. બાદમાં આજુબાજુના લોકોએ પણ પોતાની બ્રા અહીંયા મુકવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે દિવાલ, બ્રા ની દિવાલ બની ગઈ. પર્યટક યુવતીઓ પણ અહીંયા આવીને પોતાની બ્રા ઉતારી ને રાખવા લાગી. હવે તો ત્યાં બ્રા ને ટાંગવી એક પરંપરા બની ગઈ છે.
વધી જઈ રહી છે સંખ્યા
વર્ષ ૨૦૦૦ ના અંત સુધીમાં બ્રા ની સંખ્યા એટલી વધી ગઈ કે અહીંયા બ્રા ના ઢગલા થઈ ગયા હતા. વર્ષ ૨૦૦૦ ના ઓક્ટોબર મહિનામાં ક્વીન્સલેન્ડ લેકસ જિલ્લાની સરકારે કુલ ૧૫૦૦ બ્રા અહીંયાથી હટાવી હતી. પરંતુ આ જગ્યા લોકો વચ્ચે એટલી વધારે પ્રસિદ્ધ થઈ ગઈ કે થોડા દિવસો બાદ જ ફરીથી બ્રા ની સંખ્યા વધવા લાગી.
ટુરિસ્ટ સ્પોટ બનતું જઈ રહ્યું છે
ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ ઓટાગો ની પાસે આવેલ કાર્ડોના માં બ્રાની બનેલા દિવાલના કારણે આ જગ્યાને લોકો બ્રાડ્રોના (બ્રા અને કાર્ડ્રોના ના નામ થી બનેલ નવો શબ્દ) ના નામથી બોલાવવા લાગ્યા. લોકો માટે આ એક નવું ટૂરિસ્ટ એટ્રેક્શન બનતું જઈ રહ્યું છે. અહીંયા આવતી યુવતીઓ પોતાની નિશાનીના રૂપમાં પોતાની બ્રા છોડીને જતી રહે છે.
બ્રા ની ચોરી
બાદમાં અહીંયા રાતના સમયે એક ચોરે બ્રા ચોરવાનું શરૂ કર્યું. પરંતુ તે દર વખતે જેટલી બ્રા ચોરી જતો હતો, લોકો તેનાથી વધારે બ્રા આવીને ટાંગી જતા હતા. આ રીતે આ દિવાલ એટલી પ્રખ્યાત બની ગઈ કે તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થવા લાગી. જેના કારણે બ્રા ની દીવાલને મુખ્ય રાજ્ય માર્ગ પરથી હટાવીને અંદરની તરફ કરી દેવામાં આવેલ.