આપણા દેશમાં વ્યક્તિની ઉંમર ૬૦ થી ૭૦ વર્ષ સુધી માનવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવા સમુદાયના વિશે જણાવીશું કે જેની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ છે. આ સમુદાયને હુંઝા જનજાતિના નામથી જાણવામાં આવે છે. આ સમુદાય હિમાલયમાં વસેલો છે, જે પહેલા ભારતનો ભાગ હતો. પરંતુ ભાગલા પછી હુંજા સમુદાય પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ગીલગીટ અને બાલ્ટિસ્તાનમાં વસેલો છે.
હુંઝા જનજાતિ ની આબાદી ૮૭ હજારની આસપાસ છે. ત્યાં બોલવામાં આવતી ભાષા ઉસકી કહેવામાં આવે છે. અહીંના લોકો સંપૂર્ણ રીતે પ્રકૃતિ પર નિર્ભર રહે છે. અને ત્યાંના લોકોની ખાણીપીણી થી લઈને વૈજ્ઞાનિક સલાહ પર પૂરી રીતે વિશ્વાસ કરે છે. તે ઉપરાંત ત્યાં પ્રકૃતિ ની તાજગી ની સાથે બેશુમાર ખૂબસૂરતી પણ છે. અને તેજ કારણના લીધે ત્યાંના લોકો ઓછા બીમાર પડે છે. જો કોઇ બીમાર પણ થઈ જાય તો તેનો ઉપચાર પ્રકૃતિ રીતે ઉપલબ્ધ જડીબુટ્ટીઓ થી કરવામાં આવે છે.
ત્યાંની ઉમર લગભગ ૧૧૦ થી ૧૨૦ વર્ષ બતાવવામાં આવી છે અને ત્યાં વધુ લોકો ૧૫૦ વર્ષ સુધી જીવિત રહે છે. તેમના ખાવાપીવામાં હંમેશા પૌષ્ટિક વસ્તુઓ હોય છે અને તેની સાથે સૌથી મોટું કારણ એ છે કે ત્યાંના લોકો ખુશમિજાજી હોય છે અને આ બધા કારણ ત્યાંના લોકોને લાંબા સમય સુધી જવાન અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે ઉપરાંત હુંજા જનજાતિ ની મહિલાઓ ૬૫ વર્ષ ની ઉંમરમાં પણ માં બને છે. અહીંના લોકોની આવી ખાસિયત ને જોઇને એવું લાગે છે કે ખરેખર આજના સમયમાં આ જગ્યા કોઈ જન્નત થી ઓછી નથી.